E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : 3 કરોડની ઠગાઇના આરોપી અને અમરેલી ભાજપના આગેવાનની શોધખોળ

Vadodara : 3 કરોડની ઠગાઇના આરોપી અને અમરેલી ભાજપના આગેવાનની શોધખોળ

૩ કરોડની છેતરપિંડીના કેસમાં હરણી પોલીસ દ્વારા અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને વડોદરાના બિલ્ડર સહિતના પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કારેલીબાગના મંગલપાર્કમાં રહેતા દર્શિત શાહે અગાઉ અશ્વિનભાઇ ગોલવીયાના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે અને તેમના પિતાએ અશ્વિનભાઇના કઝીન સુરેશ પાનસુરિયાના હરણી-સમા લિન્ક રોડ પરના સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં રૃ.૩કરોડનું રોકાણ કર્યું હતું.પરંતુ થોડો સમય વળતર આપ્યા બાદ બિલ્ડરે પેમેન્ટ બંધ કરી દીધું હતું અને ધમકીઓ આપી હતી.

હરણી પોલીસે આ અંગે અમરેલીના ભાજપના આગેવાન સુરેશ પાનસુરિયા,તેના  પુત્ર રવિ અને ભાઇઓ મનિષ,પ્રવીણ અને કિશોર પાનસુરિયા સામે ગુનો નોંધી તેમની તપાસ હાથ ધરી છે.

તો બીજીતરફ બિલ્ડરનો કિસ્સો બે મહિના પહેલાં પણ અમરેલી વિસ્તારમાં ચર્ચાનો વિષય  બન્યો હોવાની વિગતો બહાર આવી છે.જેમાં સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખીને ગુમ થઇ ગયો હોવાની વિગતો હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments