વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિવાદો નવા નથી રહ્યાં છે. છાશવારે કોઈ નવો મુદ્દો વિવાદ સર્જી નાંખતો હોય છે. ત્યારે આ યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિવાદો નવા નથી રહ્યાં છે. છાશવારે કોઈ નવો મુદ્દો વિવાદ સર્જી નાંખતો હોય છે. ત્યારે આ યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન એક વિદ્યાર્થીનીનો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ્સ ફેકલ્ટી ખાતે કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીનો ડાન્સ વાયરલ થયો હતો. ABVP દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભાન ભુલ્યા હતાં. વિદ્યાર્થીનીનો કથિત અશ્લિલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.


