E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : SSG હોસ્પિટલમાં યુવતીનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકામાં બે પરિવારો વચ્ચે...

Vadodara : SSG હોસ્પિટલમાં યુવતીનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકામાં બે પરિવારો વચ્ચે મારામારી

વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલમાં એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. આ યુવતી મૈત્રી કરારથી એક યુવક સાથે રહેતી હતી.

વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલમાં એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. આ યુવતી મૈત્રી કરારથી એક યુવક સાથે રહેતી હતી. આ યુવતીના મોત મામલે બે પરિવારો આમનેસામને આવી ગયા હતા. યુવતીના પરિવાર દ્વારા મૈત્રી કરારવાળા યુવક અને તેના પરિવાર પર તેની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે કારણે હોસ્પિટલ પરિષરમાં બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મારામારી સુધી પહોંચી હતી.

ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં નેન્સી નામની યુવતીએ ભાવેશ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા. જે બાદ તેઓ બંને સાથે રહેતા હતા. જે દરમિયાન યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બંનેના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

યુવતીના પરિવારનો આક્ષેપ છે કે, યુવતીના ગળા તેમજ શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન છે. જે કારણે તેની હત્યા થઈ હોવાની શંકા છે. આ મામલે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments