E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeLIFE STYLEValentine Week 2026: રોઝ ડેથી વેલેન્ટાઇન ડે સુધી સંપૂર્ણ લવ કેલેન્ડર અહીં...

Valentine Week 2026: રોઝ ડેથી વેલેન્ટાઇન ડે સુધી સંપૂર્ણ લવ કેલેન્ડર અહીં જુઓ

ફેબ્રુઆરી મહિનો પ્રેમ અને લાગણીઓનો મહિનો ગણાય છે. આ મહિનામાં આવતો વેલેન્ટાઇન વીક પ્રેમીઓને પોતાના દિલની વાત કહેવાની સુંદર તક આપે છે.

ફેબ્રુઆરીનું આગમન થતાં જ હવામાં વસંતની ખુશ્બુ સાથે પ્રેમની મીઠાશ પણ છવાઈ જાય છે. વેલેન્ટાઇન વીક દર વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડે સાથે પૂર્ણ થાય છે. આ અઠવાડિયામાં આવતો દરેક દિવસ પ્રેમ વ્યક્ત કરવાની એક અલગ અને ખાસ રીત શીખવે છે. કોઈ ગુલાબ આપે છે, કોઈ વચન આપે છે, તો કોઈ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. જો તમે પણ તમારા જીવનસાથી, પ્રેમી, પતિ-પત્ની કે ખાસ મિત્ર માટે કંઈક ખાસ પ્લાન કરી રહ્યા હો, તો વેલેન્ટાઇન વીક 2026નું સંપૂર્ણ કેલેન્ડર જાણવું તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે.

7 ફેબ્રુઆરી 2026, શનિવાર – રોઝ ડે

વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે સાથે થાય છે. ગુલાબ પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પ્રતિક છે. આ દિવસે તમે તમારા પ્રિયજનને લાલ, ગુલાબી કે સફેદ ગુલાબ આપી શકો છો અને તમારા દિલની વાત કહી શકો છો. એક નાનું ગુલાબ પણ મોટા ભાવ વ્યક્ત કરી શકે છે.

8 ફેબ્રુઆરી 2026, રવિવાર – પ્રપોઝ ડે

જો તમે લાંબા સમયથી તમારા દિલની વાત કહી શક્યા નથી, તો પ્રપોઝ ડેનો દિવસ એકદમ બેસ્ટ દિવસ છે. આ દિવસે તમારા પ્રેમને શબ્દો આપો અને તમારા સંબંધને એક સુંદર નામ આપો.

9 ફેબ્રુઆરી 2026, સોમવાર – ચોકલેટ ડે

ચોકલેટ મીઠાશ અને ખુશીનું પ્રતિક છે. આ દિવસે તમારા પાર્ટનરને તેમની મનપસંદ ચોકલેટ આપીને સંબંધોમાં મીઠાશ ઉમેરો.

10 ફેબ્રુઆરી 2026, મંગળવાર – ટેડી ડે

ટેડી દરેક છોકરીનું પ્રિય હોય છે જેથી તમે તમારો પ્રેમ બતાવવા માટે પ્રિયજનને ટેડી ભેટમાં આપીને બતાવી શકો છો. સાથે આ એક એવી ગીફ્ટ છે જે તમારા પ્રેમી સાથે હંમેશા સાથે રહેશે.

11 ફેબ્રુઆરી 2026, બુધવાર – પ્રોમિસ ડે

આ દિવસ વચનો આપવાનો છે. એકબીજાની કદર, વિશ્વાસ અને સાથ આપવાનું વચન આપી તમારા સંબંધને વધુ મજબૂત બનાવો.

12 ફેબ્રુઆરી 2026, ગુરુવાર – Hug ડે

Hug ડે એ એવી લાગણી છે જે શબ્દો વગર ઘણું કહી જાય છે. આ દિવસે એક ગરમ Hugથી તમારા પ્રેમની ગરમી અનુભવો.

13 ફેબ્રુઆરી 2026, શુક્રવાર – કિસ ડે

કિસ ડે પ્રેમ અને વિશ્વાસની ઊંડાઈ દર્શાવે છે. આ દિવસ તમારા સંબંધને વધુ ગાઢ બનાવે છે.

14 ફેબ્રુઆરી 2026, શનિવાર – વેલેન્ટાઇન ડે

આ પ્રેમનો સૌથી ખાસ દિવસ છે. ભેટો, સરપ્રાઇઝ, ડિનર ડેટ અને મીઠી યાદો સાથે આ દિવસને યાદગાર બનાવો. વેલેન્ટાઇન વીક માત્ર ભેટો આપવાનો સમય નથી, પરંતુ લાગણીઓ વ્યક્ત કરવાનો અને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો મોકો છે. નાના પ્રયાસો અને સાચા ભાવ તમારા સંબંધને ખાસ બનાવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments