HomeGujaratValsad : ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની...

Valsad : ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક

દક્ષિણ ગુજરાત એટલે હાફૂસ અને કેસર કેરીનું ગઢ, પણ વલસાડ જિલ્લાના બિનવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ ઓળખમાં નવું છોગું ઉમેર્યું છે. ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો ચમત્કારી આંબો તૈયાર કર્યો છે, જેના પર એક સાથે અનેક સ્વાદ અને આકારની કેરીઓ જોવા મળી રહી છે. માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા પાંચ વર્ષના ‘ડાહ્યા કાકા’ જાતના આંબા પર તેમણે ગ્રાફ્ટિંગ(કલમ) પદ્ધતિ દ્વારા 22 જેટલી વિવિધ જાતો બેસાડી છે.

બિનવાડા ગામના શૈલેષભાઈ મોહનભાઈ પટેલના આ અનોખા પ્રયોગની શરૂઆત ગયા વર્ષના ચોમાસા દરમિયાન થઈ હતી. મોહનભાઈ જ્યારે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા, ત્યારે ત્યાંની એક નર્સરીમાં એક જ આંબા પર 50 જેટલી કેરીની જાતો લટકતી જોઈ તેઓ દંગ રહી ગયા હતા.

આ જોયા પછી તેમણે સંકલ્પ કર્યો કે, તેઓ પોતાના વતનમાં 100 જાતની કેરી એક જ વૃક્ષ પર ઉગાડશે. આ પ્રેરણા જ આજે વલસાડના બાગાયત ઇતિહાસમાં એક અનોખો અધ્યાય લખી રહી છે. આ સફર બિલકુલ સરળ નહોતી. તેમણે 10 મહિના પહેલા આંબા પર કુલ 80 જેટલી વિવિધ મેંગો વેરાઈટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું.

જોકે, ચોમાસા દરમિયાન ભારે વરસાદ, તેજ પવન અને વાવાઝોડાને કારણે ગ્રાફ્ટિંગ કરેલી 8 જેટલી ડાળીઓ તૂટી ગઈ હતી. આટલા મોટા નુકસાન છતાં મોહનભાઈ ડગ્યા નહીં. તેમની મહેનત રંગ લાવી અને 70 જેટલી વેરાઈટી સફળ રહી, જેમાંથી હાલ 22 જેટલી વેરાઈટી સંપૂર્ણપણે યથાવત અને સુરક્ષિત છે. સૌથી ગૌરવની વાત એ છે કે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં 22 જેટલી જાતો પર મંજરી(મોર) આવ્યા અને કેરીઓ બેસવા લાગી છે. આ આંબા પર ભારતની સાથે-સાથે થાઈલેન્ડ, અમેરિકા અને અન્ય દેશોની મોંઘીદાટ કેરીઓ પણ લટકી રહી છે.

વિદેશી આકર્ષણ: બિગ પ્રિન્ટ ક્લીટ, સુર્યા ગમાઈ, સબજો, ડાક મિયાં, થાય બનાના, નામ ડોક માઈ, રેડ આઈવરી, સેન્સેશન, ટોમી અટકીન્સ (અમેરિકા) અને થાય વેરાઈટી.ભારતીય પ્રસિદ્ધ જાતો: અમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ બારમાસી, તોતાપુરી, ગુલાબખાસ, આમરી, ભીખુ પોસ્ટ, અનિલ, સુર્યા, જમનાદાસ, રંગીન કેસર અને થાય ઓલ ટાઈમ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments