E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratValsad : નશામુક્ત સમાજ તરફ ડગલું, હજારો યુવાનોએ લીધા નશામુક્તિના શપથ

Valsad : નશામુક્ત સમાજ તરફ ડગલું, હજારો યુવાનોએ લીધા નશામુક્તિના શપથ

આજની યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ્સ સામે જાગૃતિ લાવવા માટે વલસાડ જિલ્લા કાનૂની સેવા સંસ્થા (DLSA) દ્વારા એક વિશેષ કાનૂની માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમને નિષ્ણાતો દ્વારા નશાની ભયાનક અસરો અને સંબંધિત કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનાર દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પણ તેના ભવિષ્ય અને સામાજિક પ્રતિષ્ઠાને પણ બરબાદ કરી નાખે છે. વિદ્યાર્થીઓને ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને તેના સેવન સાથે જોડાયેલા કડક કાયદાકીય જોગવાઈઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ માર્ગદર્શનનો મુખ્ય હેતુ યુવાધન નશાના રસ્તે ફલાય નહીં અને સમાજમાં જાગૃતિ લાવવા માટે એક મધ્યમ બને તેવો હતો.

સેમિનારના અંતે, ઉપસ્થિત તમામ કોલેજના વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ આજીવન નશામુક્ત રહેવા અને બીજાને પણ આ માર્ગે પ્રેરિત કરવા માટે ગંભીરતાપૂર્વક શપથ લીધા હતા. DLSA ના આ પ્રયાસને શિક્ષણ જગત અને વાલીઓ દ્વારા બિરદાવવામાં આવ્યો છે. આ પ્રકારના કાર્યક્રમોથી જિલ્લામાં ડ્રગ્સના વધતા દૂષણને રોકવામાં મોટી સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments