માંડલ ખંભલાય ધામમાં છેલ્લાં સાત દિવસથી શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગનો દુર્લભ પ્રસંગ યોજાઈ રહ્યો છે. તા.૧૪ ને રવિવારે નગયાત્રા બાદ જળાશય પ્રાગટ્ય મંદિરના કેમ્પસમાં આ મહાયાગનો ભવ્ય શુભારંભ થયો હતો અને ૧૧ દિવસીય આ મહાયાગમાં ચંડીપાઠના શ્લોક-મંત્રોની મદદથી ૧ કરોડ ૮ લાખ આહુતિ આપવાનું લક્ષ્યાંક છે. પરંતુ આ મહાયાગના છઠ્ઠા દિને શાસ્ત્રોમાં જણાવ્યાં અનુસાર અને કેટલાંક વિષારદોના મતે જાણવા મળે એ મુજબની એક હકીકત સાચી બની હતી. બિલાડી અને નોળિયા જેવા પશુઓ તમે જતાં હોય ત્યારે રસ્તામાં આડા ઉતરે ત્યારે કોઈ શુભ-અશુભ સંકેતો મળવાની એક લોકમાન્યતા તમે સાંભળી જ હશે. પરંતુ ધર્મમાં નોળીયો (નકુલ) એ પ્રાણીને ખુબજ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. સાચો યજ્ઞ થતો હોય ત્યાં નોળીયો તેની હાજરી પુરવાર કરતો હોય છે. યુગોયુગો પુર્વે ભગવાન શ્રીકૃષ્ણ, વૈદવ્યાસજી અને પાંડવોની હાજરીમાં એક મહાયજ્ઞ થઈ રહ્યો હતો અને ત્યાં ઓંચીતાનો નોળિયો આવી પહોંચ્યો હોવાનું શાસ્ત્રો અને કેટલાંક વિષારદો,કવિ-લેખકો પણ જણાવે છે, જેથી નોળિયો એ શુકનવંતો હોવાનું પણ શાસ્ત્રવિશારદો સ્પષ્ટ જણાવે પણ છે.

જોકે માંડલ ખંભલાય ધામમાં સપ્તમ દિવસથી ચાલી રહેલ લક્ષચંડી મહાયાગમાં પણ એવીજ ઘટના બની અને જેનાથી સર્વે માઈભક્તો રાજીના રેડ થયાં, પોતે કરી રહેલ યજ્ઞ સાચો, વિધિવિધાન સાથે અને મા ખંભલાય સુધી સર્વે પુજા-અર્ચનાઓ અને આહુતિઓ પહોંચી હોવાની ભક્તોમાં શ્રદ્ધા છે. નોળિયો એ ભગવાન કુબેરજીનું વાહન છે અને સાચા વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે થતાં મહાયજ્ઞમાં તે અવશ્ય પધારે છે એવી લોકવાયકા સાથે લક્ષચંડીના યજમાનો,યાત્રિકોમાં સંપુર્ણ વિશ્વાસ થયો એથી જ કહેવાય છે ને કે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર… આ નોળિયો શુક્રવારના રોજ ખંભલાય ધામ (પ્રાગટ્ય સ્થાનક)ના મુખ્ય આદિશક્તિ દ્વારથી જળાશયના સેતુ ઉપર થઈ લક્ષચંડીની યજ્ઞશાળાનો સિહેંશ્વરી ગેટ સુધી આવ્યો હોવાનો અનેક લોકોએ નીહાળ્યું અને વધુ પ્રમાણમાં ભક્તો હોવાથી આ નોળીયો પાછો ચાલ્યો ગયો હતો. આ લક્ષચંડી યજ્ઞમાં શુદ્ધ પાયસ, કેસર-કેસરનો અર્ક, છાણાં-કાષ્ટ, ૪૦૦ કિલો ઘી અને ડ્રાયફ્રુટ સહિતની વિવિધ ઔષધિઓથી તૈયાર થયેલ દ્રવ્યની મદદથી આહુતિઓ અર્પણ કરાઈ રહી છે. મહાયાગમાં પુર્ણાહુતિ સુધીમાં ૧ કરોડ ૦૮ લાખ આહુતિ અર્પણ કરીને ખંભલાય માતાજીને રાજી કરવાનું લક્ષ્યાંક છે જેની સાથે સપ્તમદિવસના પ્રથમ સેશન સુધીમાં આશરે ૬૦ લાખ આસપાસ આહુતિઓ હોમાઈ પણ ગઈ. આવા યુગોયુગો સુધી કુત્સસ ગૌત્રના ભાઈ-બહેનો,પરિવારો અને સમગ્ર માંડલ નગરને ઉર્જાવાન રાખનાર આ મહાલક્ષચંડી યાગમાં હજારો ભક્તજનો દરરોજ દર્શન-પ્રસાદનો પણ લાભ લઈ રહ્યાં છે.
REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ


