E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeWorldWORLD : અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પર ટ્રમ્પની બ્રેક

WORLD : અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પર ટ્રમ્પની બ્રેક

યુએસમાં શાસક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ દુનિયાભરના અમેરિકન રાજદૂતાવાસો અને તેમના વાણિજ્ય વિભાગોને સ્ટુડન્ટ માટે જે વિઝા, પ્રોફેશનલ માટે એમ વીઝા અને એક્સચેન્જ વિઝિટર જે વિઝાના ઇન્ટરવ્યુ માટે નવી એપોઇન્ટમેન્ટ આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે. વિદેશી સ્ટુડન્ટ્સ માટે ફરજિયાત સોશ્યલ મિડિયા સ્ક્રિનિંગ લાગુ પાડવાની વ્યાપક યોજનાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક પોલિટિકો અખબારના અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલમાં વિદેશ પ્રધાન માર્કો રૂબિયોની સહી ધરાવતાં દસ્તાવેજોનો હવાલો પણ આપવામાં આવ્યો છે. સરકારી દસ્તાવેજોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તત્કાળ અમલમાં આવે એ રીતે જરૂરી સોશ્યલ મિડિયા તપાસને વ્યાપક બનાવવાની તૈયારીના ભાગરૂપે કોઇપણ સ્ટુડન્ટ કે એક્સચેન્જ વિઝિટરની વિઝા ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટ નક્કી કરવામાં ન આવે. જ્યાં સુધી આ મામલે વધારે માર્ગદર્શન આપવામાં ન આવે ત્યાં સુધી આ આદેશ અમલમાં રહેશે. 

સ્ટુડન્ટસ વિઝાના મામલે પ્રતિભાવ આપતાં વિદેશ વિભાગના પ્રવકતા ટેમી બુ્રસે જણાવ્યું હતું કે સરકાર વ્યક્તિગત વિઝાના મામલે કે તેમાં લેવામાં આવેલાં નિર્ણયો વિશે જાહેરમાં કોઇ ટિપ્પણી કરતી નથી. અમેરિકામાં પ્રવેશતા દરેક વ્યક્તિની ઉંડી તપાસ પ્રક્રિયા ગંભીરતાથી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે. તમે સ્ટુડન્ટ હો, પ્રવાસી હો, કે કોઇપણ શ્રેણીના વિઝાધારક હો, અમે દરેક જણની તપાસ કરીશું. આ તપાસનો હેતુ અમેરિકાની સુરક્ષા અને સામાજિક હિતોનું રક્ષણ કરવાનો હોઇ તેને વિવાદાસ્પદ ન ગણવી જોઇએ. પ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી રૂબિયોનો ઇરાદો અમેરિકા આવતાં તમામ લોકો કાયદાનું પાલન કરે, ગુનાઇત માનસ ન ધરાવતાં હોય અને અમેરિકામાં રહે ત્યાં સુધી સકારાત્મક અભિગમ ધરાવતાં હોય તે સુનિશ્ચિત કરવાનો છે.  તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ જગવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી સામે કડક પગલાં ભરી તેના વિદેશી સ્ટુડન્ટને એડમિશન આપવાના અધિકારને પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પ સરકારનું માનવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટી વધારે પડતી ઉદાર બની ગઇ છે અને તે યહૂદી વિરોધી  લોકોને ઉત્તેજન આપે છે. જો કે, ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને સ્થગિત કરી દીધો છે. આ પછી પણ ટ્રમ્પ વહીવટીતંત્રએ તમામ વિદેશી સ્ટુડન્ટ્સની યાદી માંગી એવો દાવો કર્યો હતો કે આ સ્ટુડન્ટ્સ અમેરિકાની શિક્ષણ પ્રણાલિમાં કોઇ યોગદાન આપતાં નથી અને માત્ર તેનો લાભ ઉઠાવે છે. 

સરકારના સ્ટુડન્ટ્સ વિઝાના ઇન્ટરવ્યુની અપોઇન્ટમેન્ટ બંધ કરવાના નિર્ણયના કારણે અમેરિકા આવવા માંગતા સ્ટુડેન્ટ્સમાંં ચિંતા ફેલાઇ ગઇ છે. વિઝા પ્રક્રિયામાં પહેલેથી જ લાંબી રાહ જોવી પડે છે અને હવે સોશ્યલ મિડિયા એકાઉન્ટની તપાસને કારણે આ પ્રક્રિયા વધારે જટિલ અને ધીમી બની જશે. જાણકારોના જણાવ્યા અનુસાર જો ટ્રમ્પ વહીવટીતંત્ર તેની સ્ટુડન્ટ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવશે નહીં તો સ્ટુડન્ટ્સ અમેરિકામાં આવતાં અટકી જશે અને તેને કારણે દુનિયામાં શિક્ષણક્ષેત્રમાં અમેરિકાનું ટોચનું સ્થાન જોખમમાં આવી પડશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments