HomeWorldWorld : અમેરિકા પર કાળઝાળ ગરમી, ભારે હિમવર્ષા, વાવાઝોડાંનો ત્રેવડો માર

World : અમેરિકા પર કાળઝાળ ગરમી, ભારે હિમવર્ષા, વાવાઝોડાંનો ત્રેવડો માર

અમેરિકા પર અત્યારે આફતોનો મારો થયો છે. મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધે ચઢેલું અમેરિકા હાલ ભારે પ્રતિકૂળ હવામાનનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં કાળઝાળ ગરમી પડી રહી છે જ્યારે મધ્ય પશ્ચિમાં ભારે હિમવર્ષા સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. આ જ સમયમાં પૂર્વ કાંઠા પર પ્રતિ કલાક ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વાવાઝોડું ત્રાટકતા અમેરિકાની અડધી વસતી પ્રતિકૂળ હવામાનના ત્રેવડા મારનો સામનો કરી રહી છે. આ પ્રતિકૂળ હવામાનના કારણે અમેરિકાના મોટા એરપોર્ટ પર કુલ ૪,૭૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. સાથે મધ્ય એટલાન્ટિક રાજ્યોમાં વાવાઝોડાંના કારણે અનેક સ્કૂલો બંધ રાખવી પડી છે.અમેરિકામાં પ્રતિકૂળ હવામાન અંગે નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી બ્રેઈ હર્લેએ કહ્યું કે, દેશમાં ૧૦ કરોડથી વધુ લોકોએ એક અથવા બીજા પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડયો છે. બીજીબાજુ ખાનગી હવામાન સર્વિસ એક્યુવેધરે કહ્યું કે, ૨૦ કરોડ લોકો જોખમી હવામાનથી મુશ્કેલીમાં મુકાયા છે.

અમેરિકાનાં પૂર્વ ભાગમાં આવેલા શક્તિશાળી વાવાઝોડાનાં એક દિવસ પછી મંગળવારે સેંકડો ફલાઇટ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી. આ વાવાઝોડું એવા સમય આવ્યું છે જ્યારે આંશિક સરકારી શટડાઉનને કારણે સ્ટાફ પર દબાણ વધવાને કારણે પ્રવાસીઓએ એરપોર્ટનાં સુરક્ષા ચેકપોઇન્ટો પર લાંબી લાઇનોનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકામાં ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આંશિક સરકારી શટડાઉનને કારણે સુરક્ષા ચેકપોઇન્ટ પર સ્ટાફ ઘટી ગયો હોવાના કારણે હવાઇ મુસાફરી માટે ઉભા થયેલા પડકારજનક સમયે જ ખરાબ હવામાન સર્જાતા હવાઇ યાત્રીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિ એવા સમયે સર્જાઇ છે જ્યારે સ્પ્રિંગ બ્રેક માટે અને માર્ચ મેડનેસની મેચ જોવા જઇ રહેલા પ્રશંસકોથી એરપોર્ટ ભરાયેલા છે. આ મેચ વાર્ષિક એનસીએએ પુરૂષ અને મહિલાઓની કોલેજ બાસ્કેટ ટુર્નામેન્ટ હેઠળ યોજાય છે.

ફલાઇટ ટ્રેકિંગ સાઇટનાં જણાવ્યા અનુસાર મંગળવાર સુધી અમેરિકામાં આવતી અને જતી તથા દેશમાં જ ઉડનારી ૭૫૦થી વધુ ફલાઇટો રદ કરવામાં આવી હતી અને ૧૩૦૦ ફલાઇટ નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી હતી.

ન્યૂયોર્ક, શિકાગો, એટલાન્ટા સહિતનાં દેશનાં સૌથી મોટા એરપોર્ટ પર સોમવારે અનેક ફલાઇટો રદ થઇ હતી અથવા મોડી ચાલી રહી હતી. આ સાથે અમેરિકામાં બે દિવસમાં કુલ ૪,૭૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

નેશનલ વેધર સર્વિસનાં જણાવ્યા અનુસાર તોફાન ઝડપી પવનોની સાથે પૂર્વ દરિયાકાંઠે તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનને કારણે મિડવેસ્ટ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઇ હતી. આ તોફાનને કારણે ૫૦ માઇલ પ્રતિ કલાક (૮૦ કીમી)ની ઝડપે પવન ફૂંકાયો હતો. ફલાઇટ ટ્રેકિંગ સાઇટનાં જણાવ્યા અનુસાર સોમવારે ૬૦૦ ફલાઇટ શિકાગો ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ, ૪૭૦ ફલાઇટ એટલાન્ટાનાં હાર્ટ્સફીલ્ડ જેકસન ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ૪૫૦ ફલાઇટ ન્યૂયોર્ક શહેરનાં લાગુઆર્ડિયા એરપોર્ટ પર રદ કરવામાં આવી હતી.

હવાઈમાં વંટોળિયા વરસાદના કારણે અનેક ઘરોમાં પૂરના પાણી ભરાયા હતા તેમજ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા જ્યારે વિન્ડી કન્ડીશનના કારણે નેબ્રાસ્કાના ઈતિહાસમાં સૌથી મોટો દાવાનળ લાગ્યો હતો. વોશિંગ્ટનમાં પણ હાઉસ અને સેનેટનું વોટિંગ મૂલતવી રાખવું પડયું હતું અને ફેડરલ એજન્સીઓએ કર્મચારીઓને વહેલા ઘરે જતા રહેવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments