E-Paper
Thursday, March 5, 2026
E-Paper
HomeWorldWorld : ઈરાનમાં યુદ્ધ વચ્ચે અમેરિકામાં જ ટ્રમ્પનું ટેન્શન વધ્યું! ડેમોક્રેટ્સે કહ્યું-...

World : ઈરાનમાં યુદ્ધ વચ્ચે અમેરિકામાં જ ટ્રમ્પનું ટેન્શન વધ્યું! ડેમોક્રેટ્સે કહ્યું- સંસદની મંજૂરી વિના યુદ્ધ ગેરકાયદે

ઈરાન વિરુદ્ધ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચલાવવામાં આવી રહેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ને લઈને અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બુધવારે યુએસ સંસદમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદો વચ્ચે આ મુદ્દે તીખી ચર્ચાઓ થઈ હતી. ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘કોંગ્રેસની મંજૂરી વગર આ યુદ્ધ છેડવું તે ગેરબંધારણીય છે.’

સાંસદ પીટ અગુલારે આક્ષેપ કર્યો કે, ‘ટ્રમ્પે અમેરિકન જનતા સાથે કરેલો વાયદો તોડ્યો છે અને આ ‘બેદરકાર યુદ્ધ’માં અત્યાર સુધીમાં 6 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે મધ્ય પૂર્વમાં સૈન્ય કાર્યવાહીને મર્યાદિત કરવા માટે ‘વોર પાવર રિઝોલ્યુશન’ પસાર કરવા પર ભાર મૂક્યો હતો.’

ટ્રમ્પના નિર્ણયનું સમર્થન

બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ટ્રમ્પના આ પગલાને ‘શક્તિનું સાહસિક અને નિર્ણાયક કાર્ય’ ગણાવીને તેનો બચાવ કર્યો હતો. હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સન અને સ્ટીવ સ્કેલિસે જણાવ્યું હતું કે ઈરાન લાંબા સમયથી અમેરિકા માટે મોટો ખતરો છે અને આ કાર્યવાહી સચોટ અને અત્યંત ઘાતક રહી છે. 

રિપબ્લિકન સાંસદોએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ડેમોક્રેટ્સ હોમલૅન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ(DHS)નું ફંડ અટકાવીને દેશની આંતરિક સુરક્ષાને નબળી પાડી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે બાઇડન શાસન દરમિયાન સેંકડો ઈરાનીઓએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી અમેરિકામાં પ્રવેશ કર્યો હતો, જે અત્યારે દેશ માટે મોટું જોખમ છે.

11 અમેરિકન મથકો પર હુમલો

આ સમગ્ર વિવાદ હવે અમેરિકાના બંધારણીય અધિકારો પર આવીને અટક્યો છે. અમેરિકન બંધારણ મુજબ માત્ર કોંગ્રેસ પાસે જ યુદ્ધ જાહેર કરવાની સત્તા છે. ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીસે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ તાત્કાલિક ખતરો ન હોવા છતાં ટ્રમ્પે દેશને આ સંઘર્ષમાં કેમ ધકેલી દીધો? ઈરાને અત્યાર સુધીમાં 11 અમેરિકન સૈન્ય મથકો પર હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ફસાયેલા અમેરિકનોની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે. આ યુદ્ધ માત્ર સૈન્ય મોરચે જ નહીં, પણ અમેરિકાની સંસદમાં પણ કાયદાકીય અને નાણાકીય લડાઈમાં ફેરવાઈ ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments