E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : કોણ છે હવા બલુચ અને આસિફા મેંગલ? જેમના આત્મઘાતી હુમલાથી...

World : કોણ છે હવા બલુચ અને આસિફા મેંગલ? જેમના આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ગયું પાકિસ્તાન

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલુચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગે હવે નવો વળાંક લીધો છે. BLA દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેરોફ’ના બીજા તબક્કામાં મહિલા ફિદાયીન (આત્મઘાતી) હુમલાખોરોએ પાકિસ્તાની સૈન્ય અને ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવીને ખળભળાટ મચાવી દીધો છે.

બલુચ લિબરેશન આર્મીએ તેની ‘મજીદ બ્રિગેડ’ની ત્રીજી મહિલા ફિદાયીન આસિફા મેંગલની તસવીર જાહેર કરીને પાકિસ્તાન સરકારને ચોંકાવી દીધી છે. 23 વર્ષની આસિફાએ 31 જાન્યુઆરી 2026ના રોજ નુશ્કી સ્થિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મુખ્યાલયને વિસ્ફોટકોથી ભરેલા વાહન (VBIED) દ્વારા નિશાન બનાવ્યું હતું. 2002માં જન્મેલી આસિફા વર્ષ 2024માં ફિદાયીન બની હતી અને તેને હાઈ-સિક્યોરિટી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી.

ગ્વાદર ફ્રન્ટ પરથી હવા બલુચ નામની મહિલા લડાયકનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ‘દ્રોશમ’ તરીકે ઓળખાતી હવાએ તેના મૃત્યુના માત્ર 12 કલાક પહેલા આ મેસેજ રેકોર્ડ કર્યો હતો. BLA નો દાવો છે કે હવાએ અન્ય સાથીદારો સાથે મળીને ગ્વાદરમાં પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ વિડિયો દ્વારા સંગઠને સંદેશ આપ્યો છે કે હવે બલુચ મહિલાઓ યુદ્ધના મેદાનમાં મોખરે રહીને લડી રહી છે.

બલુચિસ્તાનના અનેક વિસ્તારોમાં છેલ્લા 40 કલાકથી ‘ઓપરેશન હેરોફ’ અંતર્ગત ભીષણ લડાઈ ચાલી રહી છે. BLA એ દાવો કર્યો છે કે આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં પાકિસ્તાની સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોરના 200થી વધુ જવાનો માર્યા ગયા છે અને 17 જવાનોને બંદી બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓએ પાકિસ્તાન જ નહીં પરંતુ આ વિસ્તારમાં ચીન અને અમેરિકાના હિતો માટે પણ ખતરાની ઘંટડી વગાડી દીધી છે.

નિષ્ણાતો માને છે કે મહિલા ફિદાયીનનો ઉપયોગ કરીને BLA એ પાકિસ્તાની સેનાની સુરક્ષા વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી નાખી છે. નુશ્કી અને ગ્વાદર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં થયેલા આ હુમલાઓ દર્શાવે છે કે બલુચિસ્તાનમાં વિદ્રોહ હવે અત્યંત ઘાતક સ્તરે પહોંચી ગયો છે અને ત્યાંની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments