ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આતંકી સાજિદ અકરમ પર ફાયરિંગ પર કરનાર ઓસ્ટ્રેલિયાના પોલીસ અધિકારીને તમામ લોકો સલામ કરી રહ્યા છે. આ પોલીસ અધિકારીનું નામ છે ડિટેક્ટિવ સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝા. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સના અનુભવી અધિકારી સીઝર બર્રાઝાએ 40 મીટર દૂરથી ઝાડની પાછળ આતંકી પર નિશાન લગાવ્યુ હતુ. અને તેને ઠાર કર્યો હતો.
આતંકી સાજિદ અકરમ જો એ વખતે ઠાર ન મરાયો હોત તો તેણે આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના જીવ લીધા હોત. સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝાએ સાજિદને એવા સમયે ઠાર માર્યો જ્યારે તે લોહિયાળ રમત રમી રહ્યો હતો. સાજિદે હનુક્કાની ઉજવણી કરી રહેલા યહુદીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ન્યુઝ પેપર સિડની માર્નિંગ હેરાલ્ડે સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝાના સાથે તપાસ અધિકારીની વાતચીત પર આ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝાની ફાયરિંગથી જ 50 વર્ષના સાજિદની મોત થઇ હતી. અને 24 વર્ષીય નવીદ ઘાયલ થયો હતો. હાલમાં આતંકીના શરીરમાં મળેલી કારતૂસની બૈલેસ્ટિક તપાસ યથાવત્ છે. ક્રિટીકલ ઇન્સીડેન્ટ ઇન્વેસ્ટિગેટર્સે સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝા સાથે પૂછપરછ કરી હતી. અને તેમના માસ ફૂટેજની તપાસ કરી હતી. સાઇબર ક્રાઇમ સ્કોડના પૂર્વ જાસૂસ બર્રાઝા રવિવારે કામ કરી રહ્યા હતા. અને હોબાળો થવાના કારણે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝાએ અસૂક નિશાન અને તેમની બહાદુરી માટે ઓસ્ટ્રેલિયાની મીડિયાએ તેમને ‘હિરો’ તરીકે બિરદાવ્યા છે. એક સ્ટેન્ડર્ડ ડિટેક્ટિવની ગ્લોક પિસ્તોલથી 10 ફુટ સુધી સટીક નિશાના લગાવી શકાય છે. પરંતુ આ કેસમાં બર્રાઝાએ 40 મીટર દૂરથી આતંક મચાવી રહેલા આતંકીને ઠાર કર્યો હતો. બર્રાઝાના આ શૂટને Shot of a lifetime કહ્યુ છે.
સીનિયર કોન્સ્ટેબલ સીઝર બર્રાઝાએ મીડિયાએ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તમામ લોકોએ તેમને ‘હિરો’ તરીકે બિરદાવ્યા છે. તેઓ વર્ષ 2000માં રિયાલિટી ટીવી શો The Recruitsમાં જોવા મળ્યા હતા. શોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, તેઓ પોલીસ અધિકારી કેમ બનવા ઇચ્છે છે?. ત્યારે તેઓએ કહ્યુ હતુ કે, તેમને ક્રાઇમથી નફરત છે. ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર થયેલી આતંકી ઘટના હમણા સુધીની સૌથી મોટી આતંકી ઘટના છે. બર્રાઝાની બહાદુરીના કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ બચ્યા હતા.


