HomeWorldWorld : ઝકરબર્ગે AI ડિવાઈસ માટે નવી મેટા સુપર ઈન્ટેલિજન્સ લેબ શરૂ...

World : ઝકરબર્ગે AI ડિવાઈસ માટે નવી મેટા સુપર ઈન્ટેલિજન્સ લેબ શરૂ કરી

માર્ક ઝકરબર્ગની કંપની મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં આગળ વધવા માટે નવા હાર્ડવેર ડિવિઝન પર કામ કરી રહી છે. 

રિપોર્ટ મુજબ, કંપની હવે માત્ર સોફ્ટવેર નહીં પરંતુ એઆઈ આધારિત નવા ડિવાઇસ બનાવવાની તૈયારીમાં છે. આ શરૂઆત મેટાની મેટા સુપર-ઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા કરવામાં આવી છે. 

આ લેબ્સનું નેતૃત્વ એલેક્ઝાન્ડર વેન્ગને સોંપવામાં આવ્યું છે.  

મેટા અત્યાર સુધી સ્માર્ટ ગ્લાસ અને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ માટે જાણીતી રહી છે.  જે તેના રિયાલિટી લેબ્સ વિભાગ દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ, નવા વિભાગથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે એઆઈ આધારિત નવી કેટેગરીના ડિવાઇસ ડેવલપ કરવા માંગે છે. આ માટે રિયાલિટી લેબ્સના કેટલાક કર્મચારીઓને હવે મેટા સુપર-ઈન્ટેલિજન્સ લેબ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં, નવા પ્રોટોટાઈપ પર કામ કરવામાં આવી રહ્યું છે. મેટા આ નવી હાર્ડવેર ટીમ માટે અનુભવી એન્જિનિયર રુઈ શુને લાવી છે. તેઓ અગાઉ ડ્રીમર નામની એઆઈ સ્ટાર્ટઅપમાં હાર્ડવેર હેડ હતા. આ કંપનીને મેટાએ તાજેતરમાં જ ખરીદી હતી. તેમણે અગાઉ કે-સ્કેલ, બાઈટડાન્સ (ટિકટોક), શાયોમી, લેનોવો અને ટેન્સેન્ટ જેવી કંપનીઓમાં કામ કર્યું છે. જ્યાં, તેમણે જાણીતા સ્માર્ટ ડિવાઈસને ડેવલપ કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments