E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeWorldWorld : ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ…’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે...

World : ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ…’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ

ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાં અમેરિકા દ્વારા કરાયેલા કથિત મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ હુમલામાં પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 150થી 165 જેટલા બાળકોના કરુણ મોત નિપજ્યાના અહેવાલ છે. ઈરાનના અખબાર ‘તહેરાન ટાઈમ્સ’એ આ ઘટનાના વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીરો છાપી છે, જેનું શીર્ષક છે- ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ.’ આ ફોટો સાથેના અહેવાલમાં તહેરાન ટાઈમ્સે અમેરિકાની આકરી ટીકા કરી છે.

બીજી તરફ, અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઇમ મેગેઝિનના તાજા અંકના કવરમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) લખેલી લાલ રંગની 8 કેપ દર્શાવાઈ છે, જેના પર 8 અલગ-અલગ દેશના નામ વ્યંગાત્મક રીતે લખેલા છે. જેમ કે, મેક અમેરિકા ગ્રેટ અગેઈનની જેમ, મેક ઈરાન ગ્રેટ અગેઈન. જાણે ટ્રમ્પનું આ સૂત્ર આ બધા દેશો સુધી પહોંચી ગયું હોય. આ એ છે દેશો છે, જેની સામે ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કરી છે. આ અહેવાલ મુજબ, 2025માં જ ટ્રમ્પે એટલા હવાઈ હુમલાનો આદેશ આપ્યો જેટલા અગાઉના કેટલાક પ્રમુખોએ તેમના સમગ્ર કાર્યકાળમાં પણ આપ્યા નહોતા.

ઈરાનના જણાવ્યાનુસાર, મિનાબમાં સ્કૂલ પર કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 150થી 165 લોકોના મોત થયા છે, જે તમામ નિર્દોષ બાળકો હતા. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે વળતો આક્ષેપ કરતા જણાવ્યું કે, આ હુમલો ઈરાનના જ ખામીયુક્ત શસ્ત્રોને કારણે થયો હોઈ શકે છે.

આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુનિયાભરમાં વિવિધ સંઘર્ષને લગતી બાબતોનું સંશોધન કરીને પ્રકાશિત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બેલિંગકેટના નિષ્ણાત ટ્રેવર બોલના વિશ્લેષણ મુજબ, આ હુમલાના ફૂટેજ દર્શાવે છે કે, તેમાં ‘ટોમાહોક’ ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ થયો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ટોમાહોક મિસાઈલ સિસ્ટમ મુખ્યત્વે અમેરિકા પાસે છે, જ્યારે ઈઝરાયલ પાસે આવી સિસ્ટમ નથી. એટલું જ નહીં, ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં પણ એવું તારણ નીકળ્યું છે કે આ હુમલો મોટા ભાગે અમેરિકન સૈન્ય દ્વારા જ કરાયો છે.

નોંધનીય છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન કેમ્પેનમાં ‘કોઈ નવું યુદ્ધ નહીં’ (No New Wars) નું વચન આપ્યું હતું. તેઓ પોતાની જાતને ‘પ્રેસિડેન્ટ ઓફ પીસ’ તરીકે રજૂ કરતા અને દાવો કરતા કે તેમની સરકાર અમેરિકાને વિદેશી યુદ્ધો અને ઝઘડાથી દૂર રાખશે. પરંતુ તેમના કાર્યકાળના માત્ર 2 વર્ષમાં જ આ દાવા પર પ્રશ્નચિહ્નો સર્જાયા છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને તેના આગામી અંકમાં ‘Trump’s War’ નામે કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં ટ્રમ્પના ‘No New Wars’ વચન અને વાસ્તવિક લશ્કરી કાર્યવાહી વચ્ચેનો તફાવત દર્શાવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments