E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeWorldWorld : ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની 'સરપ્રાઈઝ' થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ...

World : ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની ‘સરપ્રાઈઝ’ થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે ભીષણ થતું જાય છે. તેના કારણે દુનિયાભરમાં સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે ટ્રમ્પ અને નેતન્યાહુ હવે ચોતરફી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ સૌની વચ્ચે એક અહેવાલે ટ્રમ્પ અને નેતન્યાહૂની ઊંઘ ઊડાડી દીધી છે.

‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની પલટવાર કરવાની શક્તિને ઓછી આંકી હતી, જે હવે ભારે પડી રહી છે. અમેરિકાને ધારણા હતી કે ઈરાન પરના હુમલા બાદ તે નરમ પડશે, પરંતુ ઈરાને બમણી આક્રમકતા સાથે અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયલી વસ્તીવાળા વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે.

ટ્રમ્પ પ્રશાસને અગાઉ એવી આશંકાઓને ફગાવી દીધી હતી કે યુદ્ધથી ઓઇલના સપ્લાયમાં મોટો અવરોધ આવશે. જોકે, વાસ્તવિકતામાં અત્યારે કાચા ઓઇલના ભાવ આસમાને છે. ઈરાને વિશ્વના 20% ઓઇલ સપ્લાયના માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં અવરોધો ઊભા કરતાં ગ્લોબલ શિપિંગ રૂટ જોખમમાં મુકાયો છે. આ સ્થિતિને કારણે અમેરિકામાં પણ ગેસ અને ઈંધણના ભાવ વધતા ટ્રમ્પ સરકાર દબાણમાં આવી છે.

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્વીકાર્યું છે કે ઈરાનના વળતા પ્રહારોએ પેન્ટાગોનને ચોંકાવી દીધું છે. સીનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર પાસે અત્યારે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે કોઈ સ્પષ્ટ યોજના નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓમાં પણ જંગ ખતમ કરવાની સ્પષ્ટ રણનીતિના અભાવે નિરાશા જોવા મળી રહી છે.

જ્યારે ટ્રમ્પ ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન જેવી મોટી માંગણીઓ કરી રહ્યા છે, ત્યારે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ સચિવ હેગસેથ મર્યાદિત લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીને કૂટનીતિક રસ્તો કાઢવા મથામણ કરી રહ્યા છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું છે કે ઈરાનના જોખમને ખતમ કરવા માટે ઓઇલ બજારમાં આવતી આ અસ્થાયી મુશ્કેલીઓ અનિવાર્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments