E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી

World : દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોમાં ટેક શેરોમાં આવેલા ઘટાડાને કારણે ઘણા દિગ્ગજ અબજોપતિઓની સંપત્તિમાં ગાબડું પડ્યું છે, જેના પરિણામે ‘ટોપ-10’ની યાદીમાંથી જેનસેન હુઆંગ બહાર ફેંકાઈ ગયા છે અને તેમના સ્થાને એક નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ આર્થિક ઉથલપાથલ વચ્ચે પણ ટેસ્લાના ઇલોન મસ્ક અને લેરી એલિસન પોતાની સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે.

એલિસ વોલ્ટનની ટોપ-10માં એન્ટ્રી

આ યાદીમાં સૌથી મોટો ફેરફાર વોલ્ટન પરિવાર તરફથી જોવા મળ્યો છે. રિટેલ સેક્ટર સાથે જોડાયેલા વોલ્ટન પરિવારના સભ્ય એલિસ વોલ્ટને 154 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના 10મા સૌથી અમીર વ્યક્તિ તરીકે સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ટોપ-10માં હવે વોલ્ટન પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં જિમ વોલ્ટન 158 અબજ ડોલર સાથે 8મા સ્થાને અને રોબ વોલ્ટન 154 અબજ ડોલર સાથે 9મા સ્થાને બિરાજમાન છે.

અમીરોની યાદીમાં મોટો ઉલટફેર

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, ઇલોન મસ્ક 677 અબજ ડોલરની જંગી સંપત્તિ સાથે હજુ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પ્રથમ સ્થાને અકબંધ છે. બીજી તરફ, ટેક ક્ષેત્રના માંધાતાઓ લેરી પેજ(263 અબજ ડોલર), સર્ગેઈ બ્રિન(245 અબજ ડોલર), માર્ક ઝુકરબર્ગ(226 અબજ ડોલર) અને જેફ બેઝોસ(225 અબજ ડોલર) અનુક્રમે બીજાથી પાંચમા ક્રમે છે, જોકે આ તમામની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે. લેરી એલિસન 213 અબજ ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે લક્ઝરી ગુડ્સના બાદશાહ બર્નાર્ડ આર્નોલ્ટ 174 અબજ ડોલરની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments