HomeWorldWorld : પાકિસ્તાનના જહાજને Hormuz Straitમાંથી પસાર થવા માટે ન મળી પરવાનગી,...

World : પાકિસ્તાનના જહાજને Hormuz Straitમાંથી પસાર થવા માટે ન મળી પરવાનગી, Iranએ પરત મોકલ્યુ

પાકિસ્તાનના સેલેન કન્ટેનર જહાજને એવા સમયે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પરત મોકલવામાં આવ્યુ છે. જ્યારે ઇસ્લામાબાદ અમેરિકા અને ઇરાનની વચ્ચે સમજૂતિ કરાર કરવા માટે બેઠકનું આયોજન કરી રહ્યુ હતુ. આ પાકિસ્તાન માટે એક આંચકો છે. કારણ કે પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓએ છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ત્રણ વખત ઈરાનના ટોચના નેતૃત્વ સાથે વાત કરી છે. પરંતુ હવે ઇરાને પાકિસ્તાને કહ્યુ છે કે, તેમની મધ્યસ્થતા તેઓને મંજૂર નથી.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ખાડીથી કરાચી જઈ રહેલા સેલેન જહાજને રોક્યુ છે. જેના કારણે તેને હોર્મુઝ સ્ટ્રેટમાં પાછા ફરવાની ફરજ પડી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેના કારણે તેને પાછું મોકલી દેવામાં આવ્યું હતું. જહાજ સંયુક્ત આરબ અમીરાતથી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું. પાકિસ્તાન સરકારે આ બાબતે મૌન સેવ્યું છે. અને યુએઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી.

કાબુલમાં ઈરાની દૂતાવાસના નિવેદન અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ નેવીએ પાકિસ્તાન જતું એક જહાજ યુએઈ પાછું ફેરવી દીધું છે. કારણ કે, ઈરાની સરકારે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ જહાજ એક નાનું ફીડર કન્ટેનર જહાજ છે. જે 2000માં બનાવવામાં આવ્યું હતું. જે 6,850 ટન સુધીનો કાર્ગો વહન કરવામાં સક્ષમ હતું. કન્ટેનર જહાજ શારજાહ નજીક લોડ કરવામાં આવ્યું હતું અને ઓમાન થઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું.

પાકિસ્તાન માટે આંચકો કેમ ?

  1. ઈરાને ઘણા પાકિસ્તાની જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઓછામાં ઓછા એક જહાજ અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે. પરંતુ હવે, સેલાન કન્ટેનર જહાજને અચાનક પાછું ફેરવી દેવામાં આવ્યું છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર અંગે ઇસ્લામાબાદમાં બેઠકનું આયોજન છે.
  2. પાકિસ્તાની અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ત્રણ વખત વરિષ્ઠ ઈરાની નેતાઓ સાથે વાત કરી છે. પીએમ શાહબાઝ શરીફે પોતે રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાન સાથે વાત કરી હતી. તેમ છતાં, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઈરાની જહાજોને અટકાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ઈરાન સાથે યોગ્ય રીતે વાતચીત કરવામાં નિષ્ફળ ગયું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments