HomeWorldWorld : પાકિસ્તાન જોતું રહી ગયું અને ભારત-અમેરિકાનો મોટો ખેલ! આતંકવાદ પર...

World : પાકિસ્તાન જોતું રહી ગયું અને ભારત-અમેરિકાનો મોટો ખેલ! આતંકવાદ પર થશે એક્શન, દિલ્હી આવી શકે છે રૂબિયો

ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી સંભવિત શાંતિ વાટાઘાટો પહેલા ભારત અને અમેરિકાએ પોતાની ભાગીદારી વધુ મજબૂત કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વોશિંગ્ટન પ્રવાસ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જેમાં વેપારથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સુધીના મુદ્દે સહમતિ બની છે.

ભારતીય વિદેશ સચિવે અમેરિકી વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ક્રિટિકલ મિનરલ્સ અને ડિફેન્સ બાબતો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. બંને દેશો વ્યૂહાત્મક ખનિજો અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા સંમત થયા છે. આ ઉપરાંત ક્વાડ ગ્રુપિંગને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ. AI અને મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રે પેક્સ સિલિકા (Pax Silica) હેઠળ સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.

અમેરિકામાં ભારતના રાજદૂત સર્જિયો ગોરે આ બેઠકને અત્યંત ફળદાયી ગણાવી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે, વિદેશ મંત્રી માર્કો રુબિયો આવતા મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. આ હાઈ-લેવલ મુલાકાત ભારત-અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે.

વિદેશ સચિવે અમેરિકી તપાસ એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલ સાથે પણ અલગથી બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી અભિયાન, સંગઠિત ગુનાખોરી અને માદક દ્રવ્યોની હેરાફેરી (નાર્કોટિક્સ) રોકવા માટે મજબૂત સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી.

મિસરીએ અન્ય વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ સાથે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) અને ફારસની ખાડીની વર્તમાન તણાવભરી સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. વિશ્વના ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે ઊર્જા સુરક્ષા અને આર્થિક સુરક્ષા માટે ભારત અને અમેરિકાનું સાથે રહેવું અનિવાર્ય હોવાનું બંને પક્ષોએ સ્વીકાર્યું હતું. આ બેઠકો સાબિત કરે છે કે ભારત હવે માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ એઆઈ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ભવિષ્યના મહત્વના ક્ષેત્રોમાં પણ અમેરિકાનો સૌથી ભરોસાપાત્ર ભાગીદાર બની રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments