E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : યુરિયા ઉત્પાદન, મેડિકલ એજ્યુકેશન…. રશિયા અને ભારત વચ્ચે 7 મહત્ત્વપૂર્ણ...

World : યુરિયા ઉત્પાદન, મેડિકલ એજ્યુકેશન…. રશિયા અને ભારત વચ્ચે 7 મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે 7 મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે

•કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ

•અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર

•હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર

•ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર

•પોલર શિપ (Polar Ship) પર કરાર

•મેરિટાઇમ કોઑપરેશન પર કરાર

•ફર્ટિલાઇઝર (ખાતરો) પર કરાર

ફર્ટિલાઇઝર અંગેના કરારને ભારત માટે મોટો ફાયદો માનવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે.ભારત હાલમાં રશિયાથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરૂ થવાથી ભારતને યુરિયાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા સમાચાર છે. આનાથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન મોદીએ રશિયાના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝા શરૂ કર્યા છે, જે 30 દિવસ માટે માન્ય રહેશે. નોંધનીય છે કે, કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ કરાર રાહત પૂરી પાડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments