E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : સહારાના રણમાંથી 9.5 કરોડ વર્ષ જૂની ડાયનાસોરની અનોખી પ્રજાતિના અવશેષો...

World : સહારાના રણમાંથી 9.5 કરોડ વર્ષ જૂની ડાયનાસોરની અનોખી પ્રજાતિના અવશેષો મળ્યાં, 40 ફૂટની ઊંચાઈ

ઉત્તર નાઈજરના અગાદેઝ વિસ્તારમાં જીવવૈજ્ઞાનિક પોલ સેરેનોના નેતૃત્વમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ડાયનોસોરની એક નવી પ્રજાતિના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો આશરે 9.5 કરોડ વર્ષ જૂના એટલે કે ક્રિટેશિયસ યુગના હોવાનું મનાય છે. વર્ષ 2022માં કરવામાં આવેલા આ ખોદકામમાં વૈજ્ઞાનિકોને ડાયનોસોરની ત્રણ ખોપરીઓ સહિત શરીરના અનેક મહત્ત્વપૂર્ણ હાડકાં મળી આવ્યા હતા.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ડાયનોસોર આશરે 40 ફૂટ લાંબો હતો અને તેનું વજન 5થી 7 ટન જેટલું હોવાનો અંદાજ છે. તેની શારીરિક વિશેષતાઓ તેને અન્ય થેરાપોડ(Therapod) ડાયનોસોરથી તદ્દન અલગ પાડે છે.

  • મગર જેવી ચાંચ: તેની પાસે મગર જેવી લાંબી ચાંચ અને ખાસ માછલી પકડવા માટે રચાયેલા અણીદાર દાંત હતા.
  • વહાણના સઢ જેવી પીઠ: તેની પીઠ પર વહાણના સઢ જેવો વિશિષ્ટ આકાર હતો.
  • વળાંકદાર ખોપરી: આ ડાયનોસોરની ખોપરી આશરે 20 ઈંચ ઊંચી અને વળાંકદાર હતી, જે તેની સૌથી મોટી ઓળખ બની છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ડાયનોસોર સંપૂર્ણપણે જળચર નહોતો, પરંતુ તે પાણીની આસપાસ રહેવાનું વધુ પસંદ કરતો હતો. તે નદીઓ અને તળાવોના ઓછા ઊંડા પાણીમાં ઊભા રહીને પોતાની લાંબી ચાંચ વડે માછલીઓ અને અન્ય જળચર જીવોનો શિકાર કરતો હતો. સહારાના રણમાં મળેલી આ શોધ પ્રાચીન જીવસૃષ્ટિના રહસ્યો સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments