ઇરાને હોર્મુઝની ખાડી પર અંકુશ જમાવીને વૈશ્વિક અર્થતંત્રોમાં હલચલ મચાવી દીધા પછી હવે બીજા મહત્ત્વના વૈશ્વિક સમુદ્રી માર્ગ બાબા-અલ મંદેબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો છે. ઇરાનની સંસદના સ્પીકર માહમ્મદ બાકર કાલિબાફે આ પ્રકારની વાત જણાવી પણ ચૂક્યા છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને ઉર્જા પુરવઠાને લઈને નવી ચિંતા સર્જાઈ છે.

ઇરાનના અમેરિકાની અત્યંત વિશ્વસનીય પેટ્રિયેટ મિસાઇલ સિસ્ટમ ખતમ કર્યાના દાવાથી ખળભળાટઆમ હોર્મુઝ પછી આ બીજો જળમાર્ગ પણ તનાવનું કેન્દ્ર બની શકે છે.હોર્મુઝ ખાડી બંધ થવાથી આમ પણ વૈશ્વિક બજારોની સ્થિતિ બગડી છે ત્યારે બાબા અલ મંદેબ પર સંભવિત તનાવથી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. ઇરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે. બાબા અલ મંદેબની સામુદ્રધુની રેડ સીને એડનના અખાત સાથે જોડે છે. આ માર્ગ યુરોપ અને એશિયા વચ્ચેનો મુખ્ય સમુદ્રી માર્ગ છે. અહીંથી મોટા પ્રમાણમાં ઓઇલ, એલએનજી, ઘઉં, ચોખા, ખાતરની જુદાં-જુદાં દેશોમાંથી આયાત કરવામાં આવે છે.યમનના હુથી પહેલા જ આ ક્ષેત્રમાં આવતા જહાજો પર હુમલો કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેમને ઇરાન સમર્થિત એક્સિસ ઓફ રેસિસ્ટન્સનો હિસ્સો માનવામાં આવે છે. ઓક્ટોબર ૨૦૨૩માં ગાઝા યુદ્ધ શરુ થયા પછી હુથીએ મિસાઇલ, ડ્રોન અને વિસ્ફોટકો દ્વારા રેડ સી અને એડનની ખાડીમાંથી પસાર થતાં ઘણા વેપારી જહાજોને નિશાન બનાવ્યા હતા. આ માર્ગ અગાઉ પણ હુથીઓના લીધે અવરોધાયો છે.
અમેરિકાની પેટ્રિયેટ મિસાઇલ સિસ્ટમ ઉડાવ્યાનો ઇરાનનો દાવો
ઇરાને દાવો કર્યો હતો કે તેણે આજે કરેલા હુમલામાં અમેરિકાની પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ખતમ કરી છે. તેણે કુવૈતમાં બુબિયાન દ્વીપ પર અમેરિકન લશ્કરની હિમાર્સ તોપો, ઉત્તર બહેરીનમાં અમેરિકાની પેટ્રિયેટ સિસ્ટમ, અમેરિકન માર્ક મિસાઇલ લોન્ચરો રાખવાની જગ્યા, સંયુક્ત આરબ અમીરાતમાં સીલ બાનેહ ક્ષેત્રમાં અમેરિકન લશ્કરના વરિષ્ઠ કમાન્ડરો અને ટ્રેઇનરોના રહેવાના સ્થળ પર હુમલા કર્યા છે. યુએઈએ જણાવ્યું હતું કે ઇરાને તેના પર બે ડઝન મિસાઇલ છોડી છે. બહેરીને છેલ્લા ૨૪ કલાકમાં આઠ ડ્રોન એટેકનો સામનો કર્યો હતો.
ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી જૂથના અમેરિકન મથકો પર 19 હુમલા
ઇરાકમાં અમેરિકાના મથકો પર ઇરાન સમર્થિત આતંકી જૂથ ઇસ્લામિક રેસિસ્ટન્સે ૧૯ હુમલો કર્યો હતો. તેઓએ ડ્રોન અને મિસાઇલ વડે આ હુમલો કર્યો હતો. અલ જજીરાએ આ રિપોર્ટ આપ્યો છે. જો કે આ હુમલા કંઈ પહેલા નથી. આ પહેલા ઇરબિલ અને બીજા વિસ્તારોમાં આવેલા અમેરિકન થાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ ઇરાકમાં પેટેકેમિકલ પ્લાન્ટ પર પણ હુમલા કર્યા છે. વળતા જવાબ રુપમાં તેમના હેડક્વાર્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકન દૂતાવાસે સુરક્ષા એલર્ટ જારી કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાક સરકાર હુમલા રોકવામાં નિષ્ફળ ગઈ છે.
રેડિયેશનની કોઈ સરહદ હોતી નથીઃ પરમાણુ મથક પર હુમલા સામે ઇરાનની ચેતવણી
ઇરાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા બશર પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયેલે હુમલો કર્યો છે અને તેમા એક સુરક્ષા ગાર્ડનું મોત થયું છે. ઇરાનના વિદેશ મંત્રી અરાઘચીએ જણાવ્યું હતું કે અમેરિકા-ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથક પર ચાર-ચાર વખત હુમલા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારે હુમલા ચાલુ રહ્યા તો પ્લાન્ટમાંથી નીકળનારુ રેડિયેશન ફક્ત ઇરાનના જ નહી ખાડી દેશોના શહેરોને પણ બરબાદ કરશે. સાઉદી અરબ, યુએઈ, બહેરીન અને કુવૈત જેવા દેશોના શહેરો ખતમ થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે રેડિયેશનની કોઈ સરહદ હોતી નથી. આ દરમિયાન તેમણે પાક પ્રેરિત શાંતિ મંત્રણાનો હિસ્સો બનવાની પણ તૈયારી બતાવી હતી.
ઇરાન ૪૮ કલાકમાં હોર્મુઝ ખોલે નહીં ખોલે તો ભયંક હુમલો થશેઃ ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરીથી ચેતવણી આપી છે કે ઇરાન હોર્મુઝની ખાડી આગામી ૪૮ કલાકમાં એટલે કે છઠ્ઠી એપ્રિલ સુધીમાં નહીં ખોલે તો તેના પર જાણ નરક ત્રાટક્યુ હોય તેવો હુમલો થશે. મેં ઇરાનને હોર્મુઝની ખાડી ખોલવા માટે ઇરાનને દસ દિવસ આપ્યા છે. સમય વીતવા લાગ્યો છે. હવે ઇરાન પર વિનાશક હુમલો થાય તે પહેલા તની પાસે ૪૮ કલાક છે. જો કે તેમણે અમેરિકાના તૂટી પડેલા પ્લેન અંગે મૌન સેવ્યું હતું.
અમેરિકન પાયલોટની માતાની વિનંતીનો ઇરાને આપ્યો આકરો જવાબ
અમેરિકાનું લડાકુ વિમાન ઇરાનમાં તૂટી પડયુ છે. તેના એક પાયલોટને બચાવી લેવાયો છે તો બીજો ગુમ છે. આ અંગે પાયલોટની માતાએ સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી સંદેશો લખ્યો છે કે તેમનો પુત્ર ફાઇટર પાયલટ છે. તે તોડી પાડવામાં આવેલા વિમાનોમાં એક છે. હજી સુધી તેના કોઈ સમાચાર મળ્યા નથી. તેમણે બધા પાસે દુઆ માંગી કે તેમના પુત્ર માટે અને બાકીના પાયલોટો માટે પ્રાર્થના કરે. હવે મામલો અહીંથી જ ચાલુ થાય છે. ઇરાનના દૂતાવાસો જે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકામાં છે તેમણે આ મેસેજનો જવાબ આપ્યો, જે એકદમ આકરો હતો. પાકિસ્તાન સ્થિત ઇરાની દૂતાવાસે લખ્યું કે તમારો પુત્ર ઇરાનની કેદમાં જેટલો સલામત છે તેનાથી વધારે ભય તો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રહેવામાં છે. તમે દુઆ કરો કે અમેરિકાની રેસ્ક્યુ ટીમ તેને શોધે તે પહેલા ઇરાનની કેદમાં સુરક્ષિત પહોંચી જાય. ઇરાન કેદીઓ સાથે સન્માનથી રજૂ થાય છે.
ઇરાને એમેઝોન પછી દુબઈમાં ઓરેકલની ઓફિસ પર હુમલો કર્યો
ઇરાને અમેરિકન લશ્કરને યુદ્ધમાં મદદ કરતી એક પછી એક એઆઈ કંપનીઓને નિશાન બનાવવા માંડી છે. ઇરાને અગાઉ એમેઝોનની ઓફિસ પર હુમલો કર્યો હતો. તેના પછી હવે તેણે દુબઈમાં આવેલી ઓરેકલની ઓફિસ પર હુમલો કર્યો છે. જો કે દુબઈમાં સરકારે દાવો કર્યો છે કે ઇરાને છોડેલી મિસાઇલને હવામાં જ આંતરવામાં આવ્યા પછી તેનો કાટમાળ ઓરેકલની ઓફિસર પર પડતાં તેને થોડું ઘણું નુકસાન થયું છે.


