HomeWorldWorld : '5 વર્ષ સુધી ભારતની ગેસ સપ્લાય પર અસર…', LNG ગેસ...

World : ‘5 વર્ષ સુધી ભારતની ગેસ સપ્લાય પર અસર…’, LNG ગેસ પ્લાન્ટ પર એરસ્ટ્રાઈક બાદ કતારનો ચિંતાજનક દાવો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભીષણ જંગમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા હવે એકબીજાના સૈન્ય મથકોને બદલે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓઇલ-ગેસ રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યા છે. ઈરાને કતારમાં આવેલા વિશ્વના સૌથી મોટા ગેસ હબ ‘રાસ લાફાન’ પર મિસાઇલ હુમલો કરતા વૈશ્વિક ગેસ બજારમાં મોટો ભડકો થયો છે.

કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ જણાવ્યું કે આ હુમલામાં કતારની LNG નિકાસ ક્ષમતાનો 17% હિસ્સો તબાહ થયો છે, જેના કારણે વાર્ષિક 20 અબજ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનને કારણે ચીન, ભારત અને યુરોપના દેશોને થતી ગેસની સપ્લાય જોખમમાં મુકાઈ છે.

આ યુદ્ધની સીધી અને મોટી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. ભારત પોતાની કુલ LNG આયાતનો 20% જેટલો મોટો હિસ્સો એકલું કતાર પાસેથી ખરીદે છે. કતારમાં ઉત્પાદન ઠપ્પ થવાને કારણે ભારતમાં કુદરતી ગેસની અછત સર્જાઈ શકે છે, જેને પગલે ભારત સરકારે આ હુમલાની આકરી ટીકા કરી છે. બીજી તરફ, ઈરાને માત્ર કતાર જ નહીં પરંતુ સાઉદી અરેબિયાની ‘સેમરેફ’ રિફાઇનરી અને કુવૈતની મધ્ય પૂર્વની સૌથી મોટી રિફાઇનરી ‘મિના-અલ અહમદી’ પર પણ ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાઓને કારણે વિશ્વમાં મોટાપાયે ઊર્જા સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે જો ઈરાન કતારના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા ચાલુ રાખશે, તો અમેરિકા વળતો પ્રહાર કરીને ઈરાનનું આખું ‘સાઉથ પાર્સ’ ઓઇલફિલ્ડ ઉડાવી દેશે. દરમિયાન, અમેરિકાના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનની તમામ 11 સબમરીન ડૂબાડી દીધી છે. યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત ન રહેતા આખા વિશ્વના અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા માટે જોખમરૂપ બની ગયું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments