E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દિલ્હી પહોંચ્યા, PM મોદીએ...

World : UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દિલ્હી પહોંચ્યા, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત

આ પ્રવાસ માત્ર 2 કલાકનો જ છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું છે. ત્યારબાદ બંને નેતાઓની વચ્ચે વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન 19 જાન્યુઆરીએ ભારતની સત્તાવાર યાત્રા પર આવ્યા છે. આ પ્રવાસ માત્ર 2 કલાકનો જ છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું છે. ત્યારબાદ બંને નેતાઓની વચ્ચે વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ શેખ મોહમ્મદનો આ ત્રીજી વખતનો ભારત પ્રવાસ છે, જ્યારે છેલ્લા 1 દાયકામાં તેમને 5 વખત ભારતનો પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ ભારત-યુએઈના સંબંધોને ગાઠ બનાવશે. બંને નેતાઓ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભાગીદારીથી નવી દિશા નક્કી કરશે. હાલમાં સમગ્ર વિશ્વની નજર આ બંને નેતાઓની બેઠક પર ટકી છે.

ભારત અને યુએઈ વચ્ચેનો સંબંધ માત્ર વેપાર સુધી સીમિત નથી પણ રાજકીય વિશ્વાસ પર આધારિત છે. તાજેત્તરના વર્ષોમાં બંને દેશની વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા વધી છે. સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અને એપ્રિલ 2025માં દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે ભારત પ્રવાસથી નવી ભાગીદારીને નવી ઉંચાઈ આપી છે.

બંને દેશ એકબીજાના વેપાર અને રોકાણના ભાગીદાર છે. CEPA, LCS અને દ્વિપક્ષીય રોકાણ કરારે વેપારને રેકોર્ડ સ્તર પર પહોંચાડ્યો છે. આ પ્રવાસ દરમિયાન ઊર્જા સુરક્ષા, ઊર્જા ક્ષેત્રમાં નવી યોજનાઓ ચર્ચા થશે. ભારત માટે યુએઈ ના માત્ર ઉર્જાનો સ્ત્રોત છે પણ રિયલ એસ્ટેટમાં FDIનું પણ મોટું માધ્યમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments