HomeRashifalRashi : 05 મેં 2026નું રાશિ ભવિષ્ય

Rashi : 05 મેં 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. પરંતુ બપોર પછી આપને સારું થતું જાય.

વૃષભ : દિવસના પ્રારંભમાં કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. દિવસ પસાર થતો જાય તેમ કામમાં મુશ્કેલી જણાશે.

મિથુન : કોર્ટ કચેરીના કામ અંગે મોસાળ પક્ષ સાસરીપક્ષના કામ અંગે આપને દોડધામ શ્રમ ખર્ચ જણાય. વાહન ધીરે ચલાવવું.

કર્ક : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય. પરંતુ બપોર પછી કામકાજમાં કોઇને કોઈ કારણસર વિલંબ થયા કરે.

સિંહ : બપોર સુધીનો સમય આપે ધીરજ અને શાંતિથી પસાર કરી લેવો. દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય.

કન્યા : આપના કાર્યની સાથે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું.

તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. બપોર પછી યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકો. સરકારી કામ થાય.

ધન : ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. કોર્ટ કચેરીના પ્રશ્ને આપે વાદ-વિવાદથી સંભાળવું. બપોર પછી રાહત થતી જાય.

મકર : સંતાનના કામમાં સાનુકુળતા રહે. કામનો ઉકેલ આવતાં આનંદ રહે. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.

કુંભ : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.

મીન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મુલાકાત થઇ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments