E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : રણબીર સામે ચાલીને પાપારાઝીઓને બોલાવતો હોવાનો ઘટસ્ફોટ

Bollywood : રણબીર સામે ચાલીને પાપારાઝીઓને બોલાવતો હોવાનો ઘટસ્ફોટ

મુંબઈમાં ફિલ્મ કલાકારો એરપોર્ટ, કોઈ સ્ટુડિયો કે નિર્માતાની ઓફિસ આસપાસ કે પછી કોઈ રેસ્ટોરાં બહાર પાપારાઝીઓને અનાયાસે મળતા નથી

પરંતુ સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેવા માટે કલાકારો સામે ચાલીને આ પાપારાઝીઓને પોતાના લોકેશન તથા ગતિવિધિની જાણ કરતા હોય છે. રણબીર કપૂર પણ પબ્લિસિટી માટે આ ટ્રીક અજમાવતો હોવાનું ખુલ્લું પડી ગયું છે. તાજેતરમાં રણબીર ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળીની ઓફિસે પહોંચ્યો તો તેના ફોટા પાડવાનો પ્રયાસ કરી રહેલા પાપારાઝીઓને સિક્યુરિટી ગાર્ડે અટકાવ્યા હતા. આ સમયે ઉકળી ઉઠેલા પાપારાઝીઓએ કહ્યું હતું કે અમે જાતે અહીં આવ્યા નથી પરંતુ રણબીરની ટીમ તરફથી બોલાવાયા છે. તેમણે ગાર્ડને રણબીરની ટીમ તરફથી મળેલા મેસેજ પણ દેખાડયા હતા. આ ઘટનાક્રમથી ભોઠાં પડેલા રણબીરે બાદમાં ગાડીમાંથી ઉતરીને પાપારાઝીઓ સમક્ષ પોઝ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments