HomeGujaratSuratSurat : સુરતના આંગણે દક્ષિણ ગુજરાતની ઝલક: વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન પેવેલિયનનું...

Surat : સુરતના આંગણે દક્ષિણ ગુજરાતની ઝલક: વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન પેવેલિયનનું આકર્ષણ

સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ માં ગુજરાત પ્રવાસન વિભાગનું થીમ પેવેલિયન પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે.

સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ માં ગુજરાત પ્રવાસન વિભાગનું થીમ પેવેલિયન પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. 1 થી 5 મે, 2026 દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતના સાંસ્કૃતિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યને અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ટ્રાઈબલ સંસ્કૃતિથી લઈને દરિયાકિનારાના પ્રવાસન સ્થળોને આધુનિક પ્રદર્શન માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે રાજ્યની ‘એક્સપ્લોર એન્ડ એક્સપિરિયન્સ ગુજરાત’ની સંકલ્પનાને સાર્થક કરે છે.

આ પેવેલિયનની સૌથી મોટી વિશેષતા અહીં યોજાઈ રહેલા ‘લાઇવ ડેમોન્સ્ટ્રેશન’ છે. સ્થાનિક હસ્તકલા કારીગરો દ્વારા પોતાની કળાનું જીવંત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે મુલાકાતીઓને ગુજરાતની વિસરાતી જતી કળાઓની નજીક લાવે છે. આ સાથે જ ‘જોડીયા પાવા’ જેવા પરંપરાગત ગુજરાતી સંગીત વાદ્યોની મધુર પ્રસ્તુતિએ સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો છે. માહિતી ડેસ્ક પર ઉપલબ્ધ બ્રોશર અને ગાઈડ દ્વારા પ્રવાસીઓને નવા ડેસ્ટિનેશન્સ વિશે ઊંડાણપૂર્વકની માહિતી પુરી પાડવામાં આવી રહી છે.

ગુજરાત પ્રવાસન વિભાગના OSD શ્રી હર્ષવર્ધનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ટ્રાઈબલ ટૂરિઝમ માટે અપાર સંભાવનાઓ રહેલી છે. આ પેવેલિયન માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ સ્થાનિક કારીગરો અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેનું એક સબળ મંચ છે. પરંપરા અને આધુનિક તકોના સમન્વયથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક ફલક પર નવી ઓળખ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments