E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી...

Business : પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો

ફ્રોડની અનેક ઘટનાઓ સામે આતી હોય છે. જેમાં સ્કેમર્સ દ્વારા અલગ-અલગ રીત અપનાવીને વૃદ્ધ, મહિલા સહિતના લોકોને ફસાવીને હજારો-લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. સાયબર ઠગ કોલ કરીને બેંક કર્મી, પોલીસ કે અન્ય અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરતા હોય છે. આ દમિયાન પાન કાર્ડ ડાઉનલોડ કરવાના બહાને સાયબર ફ્રોડની કોશિશ કરાતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી દ્વારા ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઈ-મેઈલ મોકલીને કૌભાંડને અંજામ અપાતું હોવાની નવી રીત સામે આવી છે. આમ જો પાન કાર્ડના નામ જો કોઈ ઈમેઈલ આવે છે તો ચેતજો. નહીંતર બેંક ખાતું ખાલી થવાનો ખતરો છે.

PIB- ઈન્કમટેક્સ વિભાગે આપી ચેતવણી

આ પ્રકારના આવતા ઈ-મેઈલને PIBએ ફેક મેઈલ ગણાવ્યા છે. PIBએ ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારના ફેક મેઈલ પર ક્લિક કરે અથવા તેમાના અટેચમેન્ટને ડાઉનલોડ કરે છે તો તેમના ફોન અથવા કમ્પ્યુટરને ભારે નુકસાન થઈ શકે છે. આમ નાણાકીય અને સંવેદનશીલ જાણકારી આપવા આવેલા કોઈપણ મેઈલે, લિંક, કોલ કે SMSનો જવાબ ન આપવો.

જ્યારે ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યું કે, વિભાગ દ્વારા ઈમેઈલેના માધ્યમથી વિસ્તૃત વ્યક્તિગત જાણકારી માંગવામાં આવતી નથી. તેમજ તમારા પિન નંબર, પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડ, બેંક અથવા અન્ય નાણાકીય ખાતાઓ માટે સમાન ઍક્સેસ માહિતી માંગતો ઈ-મેઇલ મોકલવામાં આવતો નથી.

આ ત્રણ ભૂલ ન કરવી

કોઈપણ અટેચમેન્ટ ખોલશો નહીં: જો તમને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અધિકૃત હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિ તરફથી ઈ-મેઇલ મળે તો કોઈપણ અટેચમેન્ટ ખોલશો નહીં. તેમાં વાયરસ/કોડ હોઈ શકે છે, જે તમારા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે.

શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં: કોઈપણ લિંક્સ પર ક્લિક કરશો નહીં. જો તમે શંકાસ્પદ ઈમેઇલ અથવા ફિશિંગ વેબસાઇટની લિંક પર ક્લિક કરો છો તો તેમાં બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ સહિતની ગુપ્ત માહિતી દાખલ કરશો નહીં.

નાણાકીય માહિતી શેર ન કરશો: નાણાકીય અથવા સંવેદનશીલ માહિતી શેર કરવા જણાવતા કોઈપણ ઈ-મેઈલ, લિંક્સ, કોલ અથવા SMSનો જવાબ આપશો નહીં.

ફ્રોડથી બચાવ શું કરવું?

  • તમારા એન્ટીવાયરસ સોફ્ટવેર, એન્ટી-સ્પાયવેર અને ફાયરવોલનો ઉપયોગ કરો અને તેને અપડેટ રાખો.
  • કેટલાક ફિશિંગ ઈ-મેઈલ્સમાં એવા સોફ્ટવેર હોય છે જે તમારી જાણ વગર તમારી ઈન્ટરનેટ પ્રવૃત્તિ પર નજર રાખી શકે છે. તેનું ધ્યાન રાખવું.
  • સ્કેમર્સ ફિશર્સ લિંક્સને અસલી દેખાડી શકે છે, પરંતુ તેઓ ખરેખર તમને વિવિધ નકલી વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ એટલે કે સીધા મોકલી શકે છે. એટલે સાવચેતી રાખવી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments