E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : ચાંદીએ તોડ્યો રેકોર્ડ, 2 લાખને નજીક પહોંચી..સોનામાં પણ તેજી

Business : ચાંદીએ તોડ્યો રેકોર્ડ, 2 લાખને નજીક પહોંચી..સોનામાં પણ તેજી

સોના ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદી તો ધીમે ધીમે બે લાખની નજીક પહોંચી ગઇ છે. ત્યારે આવો જાણીએ 10 ડિસેમ્બરે સોના ચાંદીનો લેેટેસ્ટ રેટ

આ વર્ષે સોના અને ચાંદીના ભાવ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ક્યારેક ભાવમાં ધરખમ વધારો થાય છે તો ક્યારેક ભાવ ઘટે છે. ડિસેમ્બર મહિનામાં ભાવમાં ફરી એકવાર જોરદાર વધારો જોવા મળ્યો છે. ચાંદીએ ફરી એકવાર રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદીના ભાવ ₹2,700 થી વધુ વધીને ₹1,90,799 ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા. સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

આ અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ લગભગ ₹10,000નો ઉછાળો આવ્યો છે. બુધવારે અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે, જ્યારે MCX પર ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે ચાંદીનો દર ₹1,88,959 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ભાવ ₹1,88,064 થી વધુ હતો.પછી તો થોડી જ મિનિટોમાં, તે ₹2,735 વધીને ₹1,90,799 ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ.

સોનાના ભાવની વાત કરીએ તો, તે હજુ પણ તેના ઉચ્ચ સ્તર (Gold Rate Fall From High) કરતા ઘણો સસ્તો છે. હ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વધારા પછી 5 ફેબ્રુઆરીએ સમાપ્ત થતા સોનાના વાયદાના ભાવ બુધવારે ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. ઊંચા ભાવની તુલનામાં સોનાનો ભાવ ₹1,34,024 છે, અને સોનું હજુ પણ ₹3,522 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.

સોના ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે.ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1.91 લાખ રૂપિયા નોઁધાયો છો. જ્યારે 5 દિવસમાં ચાંદીના ભાવમાં 30 હજારનો વધારો થયો છે. સોનાના ભાવ એક લાખને 31 હજારને પાર પહોંચ્યા છે. સોનામાં 5 દિવસમાં 4 હજારથી વધારેનો વધારો થયો છે.

મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,30,360 1,19,500
ચેન્નાઇ 1,27,860
1,17,200
સુરત 1,30,360 1,20,030
મુંબઇ 1,30,310 1,19,450
દિલ્હી 1,30,460 1,19,600
કોલકાતા 1,30,310 1,19,450
વડોદરા 1,30,360 1,20,030

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments