ડિજિટલ દુનિયાની વધતી ગતિ સાથે, ભારતનું પ્રભાવક બજાર પણ ઝડપથી વિકસી રહ્યું છે. ઝડપી ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની ઍક્સેસે લોકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપ્યું છે.
ડિજિટલ દુનિયાની વધતી ગતિ સાથે, ભારતનું પ્રભાવક બજાર પણ ઝડપથી વિકસી રહ્યું છે. ઝડપી ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની ઍક્સેસે લોકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપ્યું છે. આનાથી તેઓ માત્ર લોકપ્રિય જ નથી થઈ રહ્યા પણ આવકનો સ્ત્રોત પણ બની રહ્યા છે. આજે, કંપનીઓ એક રીલ અથવા વિડિયો પોસ્ટ માટે પ્રભાવકોને લાખો રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતના ઇન્ફ્લ્યુએન્સર માર્કેટ 10 હજાર કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે.

ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ SaaS પ્લેટફોર્મ KlugKlug દ્વારા મળેલી માહિતી અનુસાર, હાલમાં ભારતમાં 10,000 કરોડનું ઇન્ફ્લુએન્સર માર્કેટ છે. જોકે અત્યાર સુધી આ આંકડો 3 થી 4 હજાર કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો હતો, KlugKlug એ તેને 10 હજાર કરોડ રૂપિયા ગણાવ્યો છે.
માઇક્રો અને નાનો ઇન્ફ્લુએન્સર્સ હવે બ્રાન્ડ્સ માટે વધુ ઉપયોગી બનતા જઈ રહ્યા છે. KlugKlugના રિપોર્ટ પ્રમાણે, ભલે મોટા ઇન્ફ્લુએન્સર્સ વધુ લોકપ્રિય હોય, પરંતુ ગ્રાહકો પર નાના ક્રિએટર્સનો પ્રભાવ પણ વધુ પડી રહ્યો છે. જેના કારણે બ્રાન્ડ્સ પોતાના ગ્રાહકો સુધી સરળતા અને અસરકારક રીતે પહોંચ બનાવી રહ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઓટોમેશન અને પ્રિસિઝન ટારગેટિંગના યુગમાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.હાલ જે પ્રમાણે માર્કેટ જોવા મળી રહ્યુ છે તે ‘આ માત્ર ગ્રોથ નથી, પરંતુ એક સંરચનાત્મક બદલાવ છે, જ્યાં કોમર્સ, કન્ટેન્ટ અને કન્ઝ્યુમર ઇન્ટેન્ટ એકબીજા સાથે ડાયરેક્ટ જોડાઈ રહ્યા છે.


