ભારતીય પોસ્ટ વિભાગે DIGIPINની સુવિધા લોન્ચ કરી, જેનાથી પાર્સલ ડિલિવરી પ્રક્રિયામાં ઝડપ અને સટીકતા આવશે. DIGIPIN એ 10-અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે જે તમારા સ્થાનના આધારે કોડ જનરેટ કરે છે.
જ્યારે પણ આપણે કોઈ સરનામે કે સ્થળે પોસ્ટ દ્વારા પાર્સલ કે કુરિયર મોકલીએ છીએ, ત્યારે તમારે તે સ્થળનો પિન કોડ આપવો જરૂરી છે અને પિન કોડમાં ભૂલ હોવાને કારણે ઘણી વખત તમારું પાર્સલ ખોટા સરનામે પહોંચી જતું હોય છે. આ સમસ્યાને દૂર કરવા અને પાર્સલ ડિલિવરી પ્રક્રિયામાં ઝડપ અને ચોકસાઈ લાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગે 27 મે 2025ના રોજ DIGIPINની સુવિધા શરૂ કરી. જેના દ્વારા તમારા સરનામાં અથવા સ્થાનના આધારે એક પિન જનરેટ કરવામાં આવશે, જેની મદદથી તમારું સરનામું, પછી ભલે તે ઘર હોય કે ઓફિસ, સચોટ રીતે ટ્રેક કરી શકાય છે.

ભારતીય પોસ્ટ વિભાગે તેના ગ્રાહકો માટે ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (DIGIPIN)ની સુવિધા શરૂ કરી છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં, સરકાર લોકોને સરકારી સેવાઓ, સરનામાની ઓળખ અને સ્થાન-આધારિત સુવિધાઓ સરળતાથી મળે તે માટે સતત પગલાં લઈ રહી છે. ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (DIGIPIN) એ 10-અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે જે તમારા સ્થાનના આધારે PIN અથવા PIN કોડ જનરેટ કરે છે. આ કોડ 4 મીટર × 4 મીટર ગ્રીડની અંદરના સ્થાનોને દર્શાવે છે, જેનાથી વ્યક્તિનું લોકેશન વધુ ચોકસાઈથી નક્કી કરી શકાય છે.
તમારા વિસ્તાર માટે DIGIPIN કેવી રીતે શોધવો?
કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તાર માટે DIGIPIN સરળતાથી શોધી શકે છે.
DigiYatra / India Post / Digital Address સિસ્ટમની સત્તાવાર વેબસાઈટ https://dac.indiapost.gov.in/mydigipin/home ની મુલાકાત લો.
નકશો ખુલતા જ તમારું ઘર અથવા લોકેશન પર પિન-પોઈન્ટ સેટ કરો.
લોકેશન સેટ કરતા જ તમારો યૂનિક DIGIPIN જનરેટ થઈ જશે.
કેટલીક જગ્યાએ પંચાયત કે નગરપાલિકા પોતાના વિસ્તારનો ડિજિપિન જાહેર કરે છે. તમે તેને સ્થાનિક પોર્ટલ કે નાગરિક સેવા કેન્દ્ર પરથી જાણી શકો છો.
DIGIPIN ની સુવિધા સંપૂર્ણ લોકેશન પર આધારિત છે, માટે જ એડ્રેસ પર યોગ્ય પોઈન્ટ આપવું જરૂરી છે.
DIGIPIN ના જાણો ફાયદા
DIGIPIN ની મદદથી, ડિલિવરી પાર્ટનર પાસે તમારા સરનામા વિશે સચોટ માહિતી હશે, પછી ભલે તે ઘર હોય કે તમારી ઓફિસ, DIGIPIN ચોક્કસ સ્થાન જણાવે છે.
DIGIPINની મદદથી કોઈપણ ઇમરજન્સી સેવા તમારા ઘર અથવા ઓફિસ સુધી સરળતાથી પહોંચી શકશે. DIGIPIN ઇમરજન્સી સેવાઓ માટે ખુબ જ જરૂરી છે.
DIGIPIN સુવિધામાં ગ્રાહક કે કોઈપણ વ્યક્તિની કોઈ પર્સનલ ઈન્ફોર્મેશન સેવ નથી થતી, ફક્ત તમારી ભૌગોલિક સ્થાનની માહિતી જ હોય છે.
મહત્વપૂર્ણ સરકારી સેવાઓ માટે તમારા ઘર અથવા સરનામાની માહિતીની માંગવામાં આવે છે, પરંતુ DIGIPIN ની મદદથી વીજળી, પાણી, રેશન કાર્ડ વગેરે માટે સરનામાની ચકાસણી ઝડપથી અને કોઈપણ દસ્તાવેજો વિના કરી શકાય છે.


