વર્ષના 365દિવસ પૈકી એક દિવસ એવો આવે છે જે દિવસ સૌથી ટૂંકો દિવસ હોય છે. જયારે એક દિવસ સૌથી લાંબો દિવસ હોય છે.
વર્ષનો સૌથી ટૂંકો દિવસ એ 22 ડિસેમ્બર એ વર્ષનો સૌથી ટૂંકો દિવસહોય છે.પણ આ વખતે 21 ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ એટલે 21 ડિસેમ્બરની રાત સૌથી લાંબી હશે.
વર્ષનો સૌથી ટૂંકો દિવસ (ઉત્તર ગોળાર્ધમાં) એ ડિસેમ્બર સોલ્સ્ટિસ (winter solstice) ના દિવસે હોય છે, જે પૃથ્વીની અક્ષના ઝુકાવને કારણે સૂર્ય આકાશમાં સૌથી દક્ષિણ તરફ હોય ત્યારે થાય છે. આને કારણે ઉત્તર ગોળાર્ધમાં દિવસનો પ્રકાશ સૌથી ઓછો અને રાત સૌથી લાંબી થાય છે.
2025માં આ વર્ષે વાસ્તવિક તારીખ ડિસેમ્બર સોલ્સ્ટિસ 21 ડિસેમ્બર 2025 ના રોજ થશે (UTC સમયે 15:03, ભારતીય સમયે રાત્રે આશરે 8:33 વાગ્યે).
-આ કારણે 21 ડિસેમ્બર 2025 વર્ષનો સૌથી ટૂંકો દિવસ હશે (અને રાત સૌથી લાંબી).
જોકે સામાન્યત: એવી ધારણા છે કે કેટલાક વર્ષોમાં સોલ્સ્ટિસ 22 તારીખે આવે છે, પરંતુ 2025માં આ વર્ષે તે 21 ડિસેમ્બરે છે. 22 ડિસેમ્બરનો દિવસ પણ લગભગ એટલો જ ટૂંકો હોય છે (ફરક માત્ર સેકન્ડ અથવા મિનિટનો).આ દિવસનો સમયગાળો (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી)10 કલાક 45 મિનિટથી 11 કલાક સુધી લગભગ. હશે.
દા. ત.અમદાવાદ/સુરત જેવા ગુજરાતના શહેરોમાં આશરે 10 કલાક 50 મિનિટજેટલો દિવસ હોય.તો દિલ્હીમાં થોડો ઓછો: આશરે 10 કલાક 30 મિનિટથી 10 કલાક 40 મિનિટ.
જયારે રાતનો સમયગાળો13 કલાક 10 મિનિટથી 13 કલાક 30 મિનિ સુધી (24 કલાકમાંથી બાકીનો સમય).ચોક્કસ સમય સ્થળ પ્રમાણે બદલાય છે. સોલ્સ્ટિસના દિવસે (21મીએ) દિવસ થોડો વધુ ટૂંકો હોય, પરંતુ 22મીએ લગભગ સરખો જ.
સૌથી લાંબો દિવસ જૂન સોલ્સ્ટિસ (આશરે 21 જૂન)ના દિવસે હોય છે.ભારતમાં આને ઉત્તરાયણની શરૂઆત સાથે જોડવામાં આવે છે, પરંતુ પંચાંગમાં મકર સંક્રાંતિ (જાન્યુઆરીમાં)થી ઉત્તરાયણ ગણાય.સોલ્સ્ટિસ પછી દિવસ ધીમે ધીમે લાંબા થવા લાગે છે.પ્રકાશનું “પુનર્જન્મ” માનીને અનેક સંસ્કૃતિઓમાં આને ઉજવણી કરવામાં આવે છે.
દિલ્હીમાં 21 ડિસેમ્બરે રાત્રી૧૦ કલાક, ૧૯મિનિટ, ૫ સેકન્ડ
ની અને દિવસ ની લંબાઈ ૧૩ કલાક, ૪૦ મિનિટ, ૫૫ સેકન્ડની હશે.
મુંબઈમાંરાત્રી૧૦ કલાક, ૫૯ મિનિટ, ૨૯ સેકન્ડ
અને દિવસ૧૩ કલાક, ૦ મિનિટ, ૩૧ સેકન્ડની હશે,જયારે
કોલકાતામાં રાત્રી
૧૦ કલાક, ૪૫ મિનિટ
અને દિવસ
૧૩ કલાક, ૧૫ મિનિટ
ની હશે
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરીય શહેરોમાં (જેમ કે દિલ્હી) દિવસ સૌથી ટૂંકો અને રાત્રિ સૌથી લાંબી હોય છે.
દક્ષિણીય શહેરોમાં (જેમ કે ચેન્નઈ, બેંગ્લોર) દિવસની લંબાઈ વધુ હોય છે કારણ કે તેવિષુવવૃત્તની નજીક છે.
ક્યારેક હાડ થીજવતી ઠંડી હોય છે તો ક્યારેક પરસેવો લાવનારી ગરમી. ક્યારેક ઠંડીની સીઝન અને ક્યારે ગરમીની. ક્યારેય તમે વિચાર્યું કે આવું શા માટે થાય છે? આ બધુ માત્ર એક કારણે થાય છે અને તે પૃથ્વીનું ધરી પર ફરવું. આ કારણે વર્ષનો અડધો સમય સૂર્ય ઉત્તર ધ્રૂવ ઝૂકેલો હોય છે તો બાકીના અડધા સમય દક્ષિણ ધ્રૂવ તરફ. તેનાથી સીઝન નક્કી થાય છે. જે તરફ સૂર્ય જુકેલો હશે ત્યાં વધારે પ્રકાશ પહોંચશે અને ગરમી પણ લાગશે. બીજી તરફ સૂર્ય પ્રકાશ ઓછો આવશે ત્યાં ઠંડી વધારે હશે. પૃથ્વી પોતાની ધરી પર -23 ડિગ્રી અક્ષાંસ જુકેલી છે. જે કારણે સૂર્યનું અંતર ઉત્તર ગોળાર્ઝ તરફ વધારે થઈ જાય છે. વિન્ટર સોલ્સસટિસ દરમિયાન દક્ષિણ ગોળાર્ધને સૂર્ય પ્રકાશ વધારે પ્રાપ્ત થાય છે જ્યારે ઉત્તર ગોળાર્ધને ઓછો. આવું 21, 22 અને 23 ડિસેમ્બરે થાય છે. આથી ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. વિન્ટર સોલ્સટિસની જેમ સમર સોલ્સટિસ હોય છે. જે દિવસે રાતની લંબાઈ ઓછી થઈ જાય છે અને દિવસની વધારે.
દિવસની લંબાઈ ભૂમધ્ય રેખા નજીકના આધાર નક્કી થાય છે. ભૂમધ્ય રેખાથી ઉત્તર તરફ જેટલા દૂર જશો એટલો દિવસ નાનો અને જેટલા દક્ષિણ તરફ જશો તેટલો દિવસ લાંબો થતો જાય છે
ઘણાને પ્રશ્ન થાય કે શા માટે દિવસ નાનો અને રાત લાંબી કેવી રીતે થાય છે?
ખગોળશાસ્ત્રીય ઘટનાઓના નિષ્ણાતોના મતે, પૃથ્વીના સૂર્યની આસપાસ પરિભ્રમણને કારણે, 21 ડિસેમ્બરના રોજ સૂર્ય મકર રાશિના ઉષ્ણકટિબંધ પર સ્થિર થાય છે.આના પરિણામે ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત થાય.
હવે સૂર્યની ગતિ જોતા 21 ડિસેમ્બરના રોજ સૂર્ય કર્ક રાશિ તરફ આવે છે, એટલે કે ઉત્તરાયણથી દક્ષિણાયન સુધી. આ દિવસથી મેદાની વિસ્તારોમાં ઠંડી અને પહાડીવિસ્તારોમાં હિમવર્ષા વધી જાય છે.
વિન્ટર અયન :
આ 21 ડિસેમ્બરને વિન્ટર અયન પણ કહેવામાં આવે છે. એટલે કે આ સમય દરમ્યાન ઉત્તર ધ્રુવ પર રાત્રિ હોય છે અને સૂર્ય દક્ષિણ ધ્રુવ પર ચમકે છે.
વિન્ટર સોલ્સ્ટિસ:
સૌથી ટૂંકા દિવસને વિન્ટર સોલ્સ્ટિસ પણ કહેવામાં આવે છે. તે લેટિન શબ્દ છે. લેટિનમાં સોલનો અર્થ થાય છે સૂર્ય અને સેસ્ટેરનો અર્થ થાય છે સ્થિર રહેવું.
સોલ્સ્ટિસ શબ્દનો અર્થ થાય છે, સૂર્યનું સ્થિર ઊભું રહેવું. આ દિવસે પૃથ્વી નમેલી ધરી પર ફરે છે. આ કારણોસર, 21 ડિસેમ્બરના રોજ સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે.આજે વિન્ટર સોલ્સટિસ એટલે કે વર્ષનો સૌથી નાનો દિવસ.
પૃથ્વીનું એક વર્ષ 365.25 દિવસમાં પૂરું થાય છે. એટલે કે દર વર્ષે જે સમયે સૂરજનું કિરણ સૌથી ઓછા સમય માટે પૃથ્વી પર આવે છે, એ સમય લગભગ છ કલાક શિફ્ટ થઈ જાય છે. આ કારણથી દર ચાર વર્ષમાં લીપ યર હોય છે. જે આ સમયને એડજસ્ટ કરે છે. એટલે કે, ગત વર્ષે સૂરજ 22 ડિસેમ્બરે ધરતી પર સૌથી ઓછા સમય માટે રહ્યો હતો, આ વર્ષે પણ આ દિવસ 21 ડિસેમ્બરને જ થયો છે.
પૃથ્વીના એક વર્ષ અને લીપ યર સાથે એડજસ્ટમેન્ટના કારણે વિન્ટર સોલ્સટિસ 20, 21, 22 કે 23 ડિસેમ્બરમાંથી કોઈ એક દિવસે આવે છે. જો કે, મોટાભાગે તે 21 અને 22 ડિસેમ્બરે જ આવે છે. કહેવાનો અર્થ એ છે કે વિન્ટર સોલ્સટિસની તારીખ તો બદલે છે પણ મહિનો ક્યારેય બદલતો નથી.
આ રીતે જ સમર સોલ્સટિસ એટલે કે વર્ષનો સૌથી લાંબો દિવસ 20થી 23 જૂન વચ્ચે પડે છે. જ્યારે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે દિવસ અને રાતનો સમય બરાબર હોય છે. તેને ઈક્વેટર કહે છે. એટલે કે, આ દિવસે સૂરજ ધરતીની ભૂમધ્ય રેખાની બરાબર ઉપર હોય છે.
શું તેની મોસમ પર પણ કોઈ અસર પડે છે?
વિન્ટર સોલ્સટિસથી ઠંડી વધવાનું શરૂ થાય છે. આજથી નોર્થ હેમીસ્ફિયરમાં ઠંડીની શરૂઆત અને સાઉથ હેમીસ્ફિયરમાં ગરમીની શરૂઆત માનવામાં આવે
વિન્ટર સોલ્સટિસ સૌથી ઠંડો દિવસ નથી હોતો. આ દિવસે ભલે ઉત્તર ગોળાર્ધમાં પ્રકાશ ઓછો આવતો હોય પરંતુ ઠંડીની ઋતુ અહીં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. ઠંડી અલગ-અલગ સ્થાનો મુજબ પડે છે. એક સમયે વધારે ઠંડી હોય તો બીજી જગ્યાએ ઓછી.
વિન્ટર સોલ્સટિસનો સંબંધ સંક્રાંતિ સાથે હોવાનું પણ કહેવાય છે. એવું માનવું છે કે લગભગ 1700 વર્ષ પહેલા આ દિવસે જ મકર સંક્રાંતિ ઉજવાતી હતી, જેને હવે 14મી જાન્યુઆરીએ ઉજવાય છે.
21ડિસેમ્બરથી સૂર્ય મકર રાશિમાં પણ પ્રવેશ કરશે. આ સાથે જ શિશિર ઋતુનો પ્રારંભ થશે, અને સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે.



