E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : જોથાણ ગામની સીમમાં સુરતના કંચન ભંડારીના રિસોર્ટમાં પોલીસે છાપો મારી...

Surat : જોથાણ ગામની સીમમાં સુરતના કંચન ભંડારીના રિસોર્ટમાં પોલીસે છાપો મારી હાઈ પ્રોફાઈલ કુટણખાનું ઝડપ્યું

સુરતગ્રામ્ય પોલીસની ટીમે ઓલપાડ તાલુકાના જોથાણ ગામની સીમમાં સુરત શહેરના કંચન ભંડારીના અક્ષય રિસોર્ટ અને રેસ્ટોરન્ટમાં છાપો મારી હાઈ પ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડ્યું છે.પોલીસે ગુના સ્થળેથી થાઈલેન્ડની ૦૮ લલનાઓ સાથે રિસોર્ટની રૂમો ભાડે આપનાર માલિકનો પુત્ર અક્ષય ભંડારી, રિસોર્ટમાં લલનાઓ સાથે શરીરસુખ માણનારા ગ્રાહકો તેમજ ત્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા વસુલતા ૦૨ શખ્સો મળી કુલ ૦૯ આરોપીઓને દબોચી લીધા હતાં.

પોલીસે આ ગુનામાં કુલ રૂ.૨૦,૬૨,૬૩૦ નો મુદ્દામાલ કબજે લઈ ગુના સ્થળે હાજર ન મળેલ રિસોર્ટ ભાડે રાખનાર ઈસમ અને દેખરેખ રાખનાર ઈસમ મળી બંન્ને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઓલપાડ પોલીસ,એલસીબી અને એસઓજી પોલીસ તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ મળી જુદી-જુદી ૦૪ પોલીસ ટીમ શુક્રવાર,તા.૧૯ ના રોજ સાંજના સુમારે ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી,તે દરમ્યાન એલ.સી.બી.શાખાના અ.હે.કો.હરસુર નાનજી અને અ.હે.કો ગૌતમ ધેલા ને સંયુક્ત બાતમી મળી હતી કે,તળાદ ગામ નજીક જોથાણની હદમાં બ્લોક નં:૮૩ માં આવેલ અક્ષય રિસોર્ટમાં સુનિલ યાદવ તથા રવિ બબઉસિંહ રાજપુત રીસોર્ટના માલિક સાથે મળીને અક્ષય રેસ્ટોરેન્ટની રૂમમાં વિદેશી છોકરીઓ અને સ્ત્રીઓને બહારથી લાવી ત્યાં ગ્રાહકો બોલાવી કુટણખાનું ચલાવી રહ્યા છે અને હાલમાં પણ ત્યાં આ પ્રવૃત્તિ ચાલુ છે.

જેના પગલે પોલીસ ટીમે એક ડમી ગ્રાહકને મોક્લી બાતમીની ખરાઈ કરતાં આ બાતમી સાચી જણાઈ હતી.જેથી પોલીસ ટીમે મહિલા પોલીસને સાથે રાખી ચારે પોલીસ ટીમના કાફલા સાથે ત્યાં છાપો માર્યો હતો.આ રેઇડની તપાસ રાત્રે-૧૦:૩૦ કલાક સુધી ચાલતા અક્ષય રિસોર્ટ અને રેસ્ટોરન્ટની પાંચ રૂમમાંથી થાઈલેન્ડ દેશની ૦૮ વિદેશી લલનાઓ સાથે સુરત શહેરમાં રહેતા ૦૯ નબીરાઓ પોલીસની પકડમાં આવી જતાં પોલીસે તમામને દબોચી લીધા હતાં. જયારે કુટણખાનું ચલાવવા ગ્રાહકો શોધી તેઓને રિસોર્ટ ઉપર મોકલતો આરોપી અને રિસોર્ટની દેખરેખ રાખતો ઈસમ ગુના સ્થળે હાજર ન હોવાથી પોલીસે બંન્નેને વોન્ટેડ જાહેર કર્યા હતાં.પોલીસે રેઇડ સમયે ડમી ગ્રાહક બનાવી મોકલેલ વ્યક્તિએ રિસોર્ટના આરોપીને ચુકવેલ રૂ.૮,૦૦૦ રોકડા, ઝડપાયેલ આરોપીઓની અંગજડતીથી મળેલ રોકડા રૂ.૭૬,૬૩૦,રિસોર્ટ પાસે પાર્ક કરેલ મોંઘીદાત બે કાર,જેની કુલ કિંમત રૂ.૧૫ લાખ,મો.સા. નંગ-૩,જેની કિંમત રૂ.૧.૫૦ લાખ,સીસીટીવી.ના ડીવીઆર નંગ-૪,જેની કિંમત રૂ.૨૦,૦૦૦, મોબાઈલ નંગ-૧૩,જેની કુલ કિંમત રૂ.૨.૬૨ લાખ મળી કુલ રૂપિયા ૨૦,૬૨,૬૩૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.આ મામલે સુરત ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની મહિલા હે.કો.ઉર્વશીબેને તમામ આરોપીઓ વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના કુલ ૦૯ આરોપીઓના નામ
તમામ આરોપીઓ સુરત શહેરના જુદા-જુદા વિસ્તારમાં રહે છે.જે પૈકી અક્ષય રિસોર્ટના માલિકનો પુત્ર અક્ષય કંચનલાલ ભંડારી,ઉ.વ.૩૦(રહે:ઘર નં-૧૦, માધવ બાગ સોસાયટી,ઉગત- ભેંસાણ રોડ-રાંદેર),રવિસિંહ બબઉસિંહ રાજપુત,ઉ.વ.૩૩
(રહે:૨૦૧,સુડા આવાસ,વેસુ),
અક્ષય ઉર્ફે ગોલ્ડી પ્રકાશ આઠવલે,ઉ.વ.૩૦(રહે:૭૦૧,જી બ્લોક,સુમનશેઠ આવાસ, મગદલ્લા-ડુમસ રોડ,સુરત),
રાહુલ તાલુક ઠાકુર, ઉ.વ.૨૬(૧૦૨,બિલ્ડીંગ નં:૦૧, સુમન સાગર આવાસ,મગદલ્લા- ડુમસ રોડ-સુરત),સુરજસિંહ રામજીસિંહ,ઉ.વ.૩૨(રતના આસ્થા એપાર્ટમેન્ટ,બીજો માળ,વિદ્યાભારતી સ્કુલની પાસે,વેસુ- સુરત),અક્ષય દિપક ધામેલીયા,ઉ.વ.૩૨
(ઘર નં.એ-૩૦૩,ધર્મજીવન કોમ્પલેક્ષ,વેડરોડ,
કતારગામ-સુરત),સુરેશ વાલજી રાખોલીયા,ઉ.વ.૪૯(રહે-૧૭૫,નાનાવરાછા સોસાયટી ચિકુવાડી વરાછા-સુરત),નરેશ છગન પાનસેરીયા,ઉ.વ.૪૧(રહે-ઘર નં: ૧૦૩,અમરાપરા બાબરા,તા.બાબરા,જિ.અમરેલી),સજ્જન કાળીકાંત ઝા, ઉ.વ.૫૦(રહે-૨૦૧,રાજહંસ સિંફોનિયા એપાર્ટમેન્ટ,વેસુ-
સુરત)મળી કુલ ૦૯ આરોપીઓને પોલીસે ગુના સ્થળેથી દબોચી લીધા હતાં.

ગુનાના બે વોન્ટેડ આરોપીઓ
પોલીસે દેહવિક્ર્યના વેપલા માટે વોટ્સઅપથી લલનાઓના ફોટા મોકલી ગ્રાહકો મોકલતો મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના જોનપુર જિલ્લાનો સુનિલ યાદવ(હાલ રહે.પાંડેસરા-સુરત શહેર)તથા અક્ષય રિસોર્ટમાં રહી કુટણખાનાનું સંચાલન કરતો ઓલપાડનો રાકેશ રમેશ વસાવા મળી કુલ ૦૨ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

રિસોર્ટના માલિકનો પુત્ર કેવી રીતે કુટણખાનું ચલાવતો હતો?
ઉત્તરપ્રદેશનો વતની સુનિલ યાદવે તળાદની સીમમાં આવેલ અક્ષય રિસોર્ટના માલિક પુત્ર અક્ષય કંચનલાલ ભંડારી પાસેથી રિસોર્ટ અને રેસ્ટોરન્ટની રૂમો ભાડેથી રાખી હતી.તે દૈનિક એક રૂમના રૂ.૨,૦૦૦ લેખે અક્ષય ભંડારીને ભાડું ચૂકવતો હતો અને વિદેશી લલનાઓને રિસોર્ટ ઉપર લાવી હેરફેર કરી વોટ્સઅપ માધ્યમથી ગ્રાહકોને લલનાઓની તસ્વીર બતાવી ગ્રાહકોને મોકલતો હતો અને પ્રતિ ગ્રાહક દીઠ રૂ.૨,૦૦૦ થી ૮,૦૦૦ સુધી રકમ વસુલી કુટણખાનું ચલાવતો હતો.તે વિદેશી મહિલાઓને પ્રતિ દિનના રૂ.૧૦,૦૦૦ ચુકવી તેઓનું જાતિય શોષણ કરતો હતો. જયારે તેણે રિસોર્ટ ઉપર ગ્રાહકો પાસેથી રકમ વસુલ કરવા રવિસિંહ રાજપુત તથા અક્ષય ઉર્ફે ગોલ્ડી પ્રકાશ આઠવલેને માસિક રૂ.૧૫,૦૦૦ પગારથી રાખ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments