E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાથી સંપત્તીમાં ઉછાળો, જાણો Elon Musk...

Business : ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાથી સંપત્તીમાં ઉછાળો, જાણો Elon Musk Net worth

Elon Musk Net worth: એલોન મસ્કની સંપત્તિમાં આ તોતિંગ વધારો ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મસ્કના વર્ષ 2018ના 56 અબજ ડોલરના સેલરી પેકેજને નીચલી કોર્ટે રદ કરી દીધું હતું

ટેસ્લા અને સ્પેસ-એક્સના સીઈઓ એલોન મસ્કે સંપત્તિના મામલે એક નવો ઈતિહાસ રચી દીધો છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થમાં એવો ઉછાળો આવ્યો છે કે, તેઓ 700 અબજ ડોલરનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ માનવી બની ગયા છે. ફોર્બ્સ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, મસ્કની કુલ સંપત્તિ હવે 749 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

એલોન મસ્કની સંપત્તિમાં આ તોતિંગ વધારો ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મસ્કના વર્ષ 2018ના 56 અબજ ડોલરના સેલરી પેકેજને નીચલી કોર્ટે રદ કરી દીધું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પેકેજને ફરીથી માન્ય રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, પે-પેકેજ રદ કરવાનો નિર્ણય અન્યાયી હતો. આ આદેશ બાદ મસ્કની સંપત્તિમાં કરોડો ડોલરનો ઉમેરો થયો છે.

મસ્કની સંપત્તિ વધવા પાછળ માત્ર કોર્ટનો ચુકાદો જ નહીં, પરંતુ તેમની અન્ય કંપનીઓની સફળતા પણ જવાબદાર છે. ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે, તેમની એરોસ્પેસ કંપની ‘SpaceX’ તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે, જેના કારણે તેમની નેટવર્થ પ્રથમ વખત 600 અબજ ડોલરને પાર કરી ગઈ હતી. ત્યારબાદ, ટેસ્લાના સ્ટેકહોલ્ડર્સે પણ મસ્ક માટે 1 ટ્રિલિયન ડોલરના પે-પેકેજને મંજૂરી આપી હતી. આ તમામ પરિબળોને કારણે મસ્કની સંપત્તિ શુક્રવારે રાત્રે 749 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

એલોન મસ્ક હવે અમીરોની યાદીમાં એટલા આગળ નીકળી ગયા છે કે, તેમની આસપાસ કોઈ નજર નથી આવતું. દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ કરતા મસ્ક પાસે લગભગ 500 અબજ ડોલર વધુ સંપત્તિ છે. આ આંકડો દર્શાવે છે કે, મસ્ક અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં કેટલું પ્રભુત્વ ધરાવે છે.

દુનિયાના ટોપ 5 ધનવાન વ્યક્તિ
એલોન મસ્ક – 749 અબજ ડોલર
લેરી પેજ – 274 અબજ ડોલર
લેરી એલિસન – 260 અબજ ડોલર
જેફ બેઝોસ – 255 અબજ ડોલર
સર્ગી બ્રીન – 250 અબજ ડોલર
માર્ક ઝુકરબર્ગ – 229 અબજ ડોલર
બેરનાર્ડ આર્નોલ્ટ – 200 અબજ ડોલર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments