ઈડરના રેવાસ ગામની સમાજવાડી પાસે ગત તારીખ ૧૫મી ડિસેમ્બરના રોજ જીવલેણ અકસ્માતમા ચાર યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેમા સ્વ.શૈલેષભાઈ નારાયણભાઈ ભોઇનુ પણ અવસાન થયુ હતુ

જેમની દીકરી જ્યોતિકા ધોરણ -૧૨ અને દીકરો સાહિલ ધોરણ-૮મા શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિરમા અભ્યાસ કરે છે આ બંને બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે શાળા પરિવાર ખૂબ જ શોકની લાગણી અનુભવે છે અને દિવગંત આત્માને શાંતિ મળે તથા પરિવાર આઘાતજનક ઘટનામાથી બહાર આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામા આવી તથા શાળા પરિવારના તમામ સ્ટાફમિત્રોએ તેમના ઘરે હાજર રહીને સાંત્વના પાઠવી હતી જે પરિવારે પોતાના આધારસ્તંભ ગુમાવ્યો છે એવા બંને બાળકોની શાળાએ શિક્ષણ ફી માફ કરી અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ફંડ એકત્રિત કરીને રૂપિયા ૬૭૪૦૦/-આજરોજ સ્વ.શૈલેષભાઈના પરિવારને એનાયત કરવામા આવ્યા હતા શાળાના આચાર્ય પી.કે.પટેલ તથા સુપરવાઇઝર એ.જી.મોમીને શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ, ઇડર


