E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીના વાયદામાં રૂ.5341નો ઉછાળોઃ બંને વાયદા...

Business : સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીના વાયદામાં રૂ.5341નો ઉછાળોઃ બંને વાયદા ઓલ ટાઇમ હાઇ સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.46552.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.241486.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.10.24 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..3 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33825 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3185.98 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39692.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.134899ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136199ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.134899ના સ્તરને સ્પર્શી, રૂ.134196ના આગલા બંધ સામે રૂ.1949ના ઉછાળા સાથે રૂ.136145ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1110ની તેજી સાથે રૂ.108487ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.126 વધી રૂ.13566ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1717 ઊછળી રૂ.134144ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.132599ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.134364 અને નીચામાં રૂ.132599ના સ્તરને સ્પર્શી, રૂ.132780ના આગલા બંધ સામે રૂ.1500 વધી રૂ.134280 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.209475ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.214583ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.209475ના મથાળે અથડાઈ, રૂ.208439ના આગલા બંધ સામે રૂ.5341ના ઉછાળા સાથે રૂ.213780ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.5442ની તેજી સાથે રૂ.214311ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.5524ના ઉછાળા સાથે રૂ.214314ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 3580.21 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.7.45 વધી રૂ.1122.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.1.8 વધી રૂ.303.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.3 વધી રૂ.285.2ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.181.8 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 3226.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3950ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3982 અને નીચામાં રૂ.3920ના સ્તરને સ્પર્શી, રૂ.86 વધી રૂ.3950 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5124ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5208 અને નીચામાં રૂ.5114ના સ્તરને સ્પર્શી, રૂ.5105ના આગલા બંધ સામે રૂ.98 વધી રૂ.5203 થયો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.97 વધી રૂ.5202ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.10.5 વધી રૂ.367.4 થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.10.2 વધી રૂ.367.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.937ના ભાવે ખૂલી, રૂ.1.2 ઘટી રૂ.930.1ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.730 વધી રૂ.25990ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2689ના ભાવે ખૂલી, રૂ.5 વધી રૂ.2695ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 20492.32 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 19200.31 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3035.81 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 259.20 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 18.01 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 267.19 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 17.29 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 608.04 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2600.69 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.51 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16936 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 80044 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 22075 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 332239 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 36522 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17204 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 42092 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 109323 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 811 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22537 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 44520 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33899 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 33899 પોઇન્ટના સ્તર અને નીચામાં 33365 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 601 પોઇન્ટ વધી 33825 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.37.2 વધી રૂ.170.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.370ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.6 વધી રૂ.6.85ના ભાવે બોલાયો હતો.

સોનું ડિસેમ્બર રૂ.139000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.281 વધી રૂ.692.5 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.215000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1162.5 વધી રૂ.2610.5 થયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1120ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 90 પૈસા વધી રૂ.7.84ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 34 પૈસા ઘટી રૂ.1.03 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.52.2 ઘટી રૂ.123.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.7 ઘટી રૂ.4.7 થયો હતો.

સોનું ડિસેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.172 ઘટી રૂ.168 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.205000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1558 ઘટી રૂ.745 થયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1120ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.6.76 ઘટી રૂ.5.08 થયો હતો. જસત ડિસેમ્બર રૂ.295ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.13 ઘટી રૂ.0.18 થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments