E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : મા લીરબાઈ આઈના ૧૫૦માં નિર્વાણ પર્વે રાણાકંડોરણામાં ઐતિહાસિક મહોત્સવ

Gujarat : મા લીરબાઈ આઈના ૧૫૦માં નિર્વાણ પર્વે રાણાકંડોરણામાં ઐતિહાસિક મહોત્સવ


સનાતન સંસ્કૃતિમાં ભજન, ભોજન અને ભક્તિની અલખ જગાડનાર, અઢારેય વરણને એકસાથે લઈ ચાલનાર અને સમાજ સમરસતાનું જીવંત પ્રતિક બની રહેનાર મર્મજ્ઞ કવિત્રી મા લીરબાઈ આઈના ૧૫૦માં નિર્વાણ (સમાધિ) દિવસ નિમિતે રાણાકંડોરણા ખાતે યોજાનાર ભવ્ય મા લીરબાઈ આઈ મહોત્સવના આયોજન અંગે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા એક મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ મહોત્સવ અંતર્ગત તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મહેર સમાજનો ભવ્ય લગ્નોત્સવ યોજાશે, જેમાં સૈા નવદંપતિઓ સાથે જાનૈયા-માનૈયા અને જ્ઞાતિજનોને પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દિવસે સાંસ્કૃતિક માહોલ સર્જતા ભવ્ય મહારાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.મહોત્સવના બીજા દિવસે એટલે કે તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મહા બીજના પાવન અવસરે મા લીરબાઈ આઈના સર્વજ્ઞાતિય ભક્તજનો માટે ભવ્ય નિશુલ્ક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ મહાયજ્ઞમાં સર્વ જ્ઞાતિના ભાવિક ભક્તોને જોડાવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. યજ્ઞમાં બેસવા ઇચ્છુક ભક્તજનો તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં પોતાનું નામ નોંધાવી શકશે. મહાયજ્ઞની ઉજવણી માટે પ્રતિકાત્મક સ્વરૂપે દરેક ગામ દીઠ એક હવનકુંડ અર્પણ કરવામાં આવશે.


આ મહોત્સવની આયોજન રૂપરેખા તૈયાર કરવા માટે યોજાયેલી મીટીંગમાં વિવિધ ગામોના શ્રેષ્ઠીઓ, આગેવાનો તથા મહેર જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ દરમિયાન સમાજ સુધારણાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મા લીરબાઈ આઈએ પોતાનું સમગ્ર જીવન સમાજના ઉત્કર્ષ માટે સમર્પિત કર્યું હતું, ત્યારે તેમના નિર્વાણ પર્વના પાવન અવસરે સમાજમાં પ્રવર્તમાન કેટલીક જૂની રીતિ-રિવાજો અને સામાજિક રૂઢીઓને સમયાનુકૂલ સુધારવા માટે સમાજમાંથી મળેલ સૂચનોના આધારે સર્વસંમતિથી સુધારા ઠરાવો પસાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.


મીટીંગમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે મા લીરબાઈ આઈ સમગ્ર સમાજમાં સર્વમાન્ય માતાજી સ્વરૂપે પૂજાય છે. તેમના ૧૫૦માં નિર્વાણ દિવસની ઉજવણી આપણાં સૌ માટે ગૌરવની બાબત છે અને તેમના જીવનના આદર્શોને અનુસરવું એ આપણી સૌની ફરજ છે. મહોત્સવની ઉજવણી અર્થે આશરે સવાસો વિઘા જેટલી ખેતીની જમીન ખેડૂતોએ સ્વેચ્છાએ ખાલી રાખી છે તે બદલ તેમણે ખેડુતોનો આભાર વ્યક્ત કર્યો હતો.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહેર જ્ઞાતિના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય મહેર પ્રિમિયર લીગ અંતર્ગત શ્રી માલદેવ રાણા કેશવારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.૨૬/૧૨/૨૦૨૫થી પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પૂજ્ય માલદેવ બાપુની ૬૦મી પૂણ્યતિથિ તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં આશરે પાંચ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવશે.
મીટીંગના અંતે ઉપસ્થિત તમામ મહેર જ્ઞાતિજનો દ્વારા ભોજન પ્રસાદી લેવામાં આવી હતી.


Reporter : વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments