E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : પાલનપુર-અમદાવાદ હાઇવે પર બ્રિજના છેડે બનેલા ડિવાઈડર બન્યા મોતના ડિવાઈડર…

Gujarat : પાલનપુર-અમદાવાદ હાઇવે પર બ્રિજના છેડે બનેલા ડિવાઈડર બન્યા મોતના ડિવાઈડર…

સરકાર દ્વારા માર્ગ અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યાને નિવારવા અનેક જગ્યાઓ પર નવીન બ્રિજ બનાવવામાં આવ્યા છે , પરંતુ તંત્રની કેટલીક ખામીઓને લીધે બ્રિજ નાં છેડે બનેલા ડીવાઈડરો હાલમાં મોત નાં ડીવાઈડરો સાબિત થઈ રહ્યા છે. જુઓ આ રિપોર્ટ..

તસવીર માં દેખાતા આ પાલનપુર અમદાવાદ હાઇવે પર હંમેશા હેવી ટ્રાફિક જામ ની સ્થિતિ રહેતી હોય છે. વાહનોની વધુ અવરજવર ને જોતાં ગઠામણ ચોકડી તેમજ જગાણા ચોકડી પર નવીન બ્રિજ બનાવવામાં આવ્યા છે આ બ્રિજ નું કામ ચાલુ હતું ત્યારે અહી બ્રિજ નાં બંને છેડે ડીવાઈડર મૂકવામાં આવ્યા હતા , પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ બ્રિજ શરૂ કરી દેવાયુ છે, છતાં બન્ને છેડે આવેલ ડીવાઈડરો હજુ પણ ખુલ્લા હોવાથી છેલ્લા એક અઠવાડિયા માં જ અહી માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓ નાં કરૂણ મોત નિપજી ચૂક્યા છે સાંભળો આ અંગે સ્થાનિકો શું કહી રહ્યા છે. લાખ્ખો કરોડો રૂપિયા ખર્ચી બનાવેલા આ બ્રિજ ને શરૂ થયે હજુ મહિનો પણ વીત્યો નથી છતાં તંત્રના આ બ્રિજ નાં છેડે લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવવો મજબૂર બન્યા છે જોકે આ અંગે માર્ગ અને મકાન વિભાગ ના ઇજનેર નું શું કહેવું છે જરા તે સાંભળો. માર્ગ અને મકાન વિભાગ ના મતે બ્રીજનો એક તરફનો ભાગ જ હાલ માત્ર પ્રાયોગિક ધોરણે શરૂ કરાયો છે, જ્યારે સંપૂર્ણ પણે બ્રિજ ખુલ્લો કરાશે ત્યારે ડીવાઈડર બંધ કરી દેવાશે. ત્યારે અહી સવાલ એ ઊભો થાય છે કે, જો બ્રિજ બે મહિના સુધી સંપૂર્ણ પણે ચાલુ નહી થાય તો શું બે મહિના આવા જોખમી ડીવાઇડરો મોતને આમંત્રણ આપતાં જ રહેશે..

ફોટો

પ્રતિનિધિ દિપક પુરબીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments