નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર હોય આ વિસ્તારમાં ખ્રિસ્તીઓની વસ્તી પણ આવેલી હોય નાતાલ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે કેટલાક સંગઠનો એ નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણ થઈ રહયો હોવાનો આક્ષેપ કરી આવી પ્રવૃત્તિ કરવાવાળાને પરવાનગી ન આપવા બાબતે રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનોએ પ્રાંત અધિકારી ડેડીયાપાડાને આવેદનપત્ર આપ્યું છે
તો સામે બીજી બાજુ ખ્રિસ્તીમાં માનનારા વિશ્વાસુ લોકોને સુરક્ષા પુરી પાડવા અને નાતાલ પર્વની ઉજવણી કરવા માટે પરવાનગી આપવામાં બાબતે પણ એક આવેદન પત્ર પ્રાંત અધિકારી ડેડીયાપાડા ને આપવામાં આવ્યું છે

નાતાલ પરવાનગી માંગતા આવેદકોએ જણાવ્યું છે કે
તાજેતરમાંસોનગઢ, માંડવી તથા દક્ષિણ ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરીષદ અને
બજરંગ દળ જેવા કહેવાતા હિન્દુ ધર્મના સંગઠનો દ્રારા ખ્રિસ્તીની જુદી જુદી ધાર્મિક પ્રવૃતિઓ દરમ્યાન ઉપરોકત સંગઠનો અને તેમની શાખાઓના આગેવાનો દ્રારા
જુદી જુદી ધાર્મિક પ્રવૃતિઓમાં અપપ્રવેશ કરી ધાર્મિક ગતિવિધીઓમાં ખલેલ ઉભી કરી હેરાનપરેશાન કરવામાં આવે છે.દક્ષિણ ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરીષદ અને
બજરંગ દળ જેવા સંગઠનોથી વટાળ પ્રવૃતિ કરે એવી રજુઆત કરી ખોટા કેસો કરી ધણા
લોકો આજે કોર્ટ કચેરીના તકલીફો વેઠી રહ્યાં છે. ગમે તે માણસ ગમે તે ધર્મ પાળી શકે અને ગમે ત્યા વસવાટ કરી શકે તેમજ નામદાર
સુપ્રિમ કોર્ટ ના જજમેન્ટ મુજબ કોઇ પણ વ્યકિત ગમે તે ધર્મ પાળે પણ તેમના સમાજમાથી તે દુર થઇ શકતો નથી. દક્ષિણ ગુજરાતઆદિવાસી બાહુલ્ય
વસ્તી ધરાવતો વિસ્તાર
હોય અહીં વર્ષોથી રોમન કેથોલીક તથા પ્રોટેસ્ટન ધર્મ પાળનારા ધણા ધાર્મિક લોકો વસવાટ કરે છે તો સોનગઢ, માંડવી તથા દક્ષિણ ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં વિશ્વ હિન્દુપરીષદ અને બજરંગ દળ જેવા સંગઠનો સમાજમાં જુદા જુદા ધર્મ પાળનાર સમુદાયો વચ્ચે
વયમનસ્ય ઉભુ કરી ભય અને ડર નુ વાતાવરણ ઉભુ કરવા આવા સંગઠનો પ્રયત્ન કરે છે.જેથી આદિવાસી ક્ષેત્રમાં શાંતિનુ વાતાવરણ ડોળવાય અને આ ચાલુ માસ દરમીયાન ઇસુ
ભગવાનની જન્મ જયંતિ પર્વ “નાતાલ” જેવા ધાર્મિક કાયક્રમ ઉજવવા દરમીયાન
ખ્રિસ્તમાં માનનારાઓ વિશ્વાસુ લોકોની સુરક્ષા પુરી પાડવાની માંગ કરી છે.
તો બીજી બાજુ સામે રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનોએ પણપ્રાંત અધિકારી ડેડીયાપાડાને આવેદન આપતાં જણાવ્યું છે કે
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ચિકદા ગામમાં ખૂબ મોટા પાયે ધર્મન થઈ રહ્યું છે. એના વિરોધમાં આગેવાનો અને સંતો દ્વારા ધર્મણતરણ ના થાય એ માટે આવેદનપત્ર આપી નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે રોકટોક ધર્માંતરણ પ્રક્રિયા ચાલુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાકા અને કાચા ચર્ચો બનાવી આદિવાસી વિસ્તારમાં
ગુજરાતમાં ધર્માંતરણ
વિરોધી કાયદો હોવા છતાં આજે ગામે ગામ અહીંના આદિવાસી સમાજના રિવાજો રૂઢી પરંપરા પૂજાતા દેવી-દેવતા ઉપર ખૂબ મોટો ઘાત કરી રહ્યા છે
નર્મદામાં ખ્રિસ્તી ધર્માંતરણ
થાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ તેથી આવા કાર્યક્રમો કરનારને જો પરવાનગી આપવામાં આવશે તો અમે સખત આંદોલન કરીશું એવી ચીમકી પણ આપવામાં આવી છે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા


