E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો...

Business : ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક

ભારતીય કોમોડિટી બજાર (MCX)માં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવે ઐતિહાસિક સપાટી તોડી છે, જ્યારે સોનામાં પણ મજબૂત તેજી નોંધાઈ છે, જેનાથી રોકાણકારોને બમ્પર કમાણી થઈ છે.

લેટેસ્ટ આંકડા મુજબ, MCX પર ચાંદીના માર્ચ 2026ના વાયદાના ભાવમાં ₹3700નો તોતિંગ ઉછાળો નોંધાયો છે. આ 1.72%ના વધારા સાથે ચાંદીનો ભાવ ₹2,23,430 પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે.

ચાંદીની સાથે સોનાએ પણ રોકાણકારોને નિરાશ કર્યા નથી. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹381નો વધારો જોવા મળ્યો છે. આ 0.28%ની તેજી સાથે સોનાનો ભાવ ₹1,38,312 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

બુલિયન માર્કેટમાં આવેલી આ રેકોર્ડબ્રેક તેજીએ રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. વૈશ્વિક બજારોના સંકેતો અને રોકાણકારોના સુરક્ષિત રોકાણ તરફના ઝુકાવને કારણે કિંમતી ધાતુઓમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments