E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર,...

Business : LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર

નવા વર્ષની શરુઆત સાથે જ બૅન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા વર્ષે શું ફેરફાર થશે.

  1. PAN-Aadhaar લિંક કરવું અનિવાર્ય

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જો 1 જાન્યુઆરી સુધી લિંક નહીં કરો, તો પાન કાર્ડ ઇનએક્ટીવ થઈ જશે. જેના કારણે બૅન્કિંગ કામકાજ, ITR રિફંડ અને સરકારી યોજનાઓના લાભ અટકી શકે છે.

  1. UPI, સિમ અને મેસેજિંગના કડક નિયમો

ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર UPI પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ સખત બનાવી રહી છે. WhatsApp, Telegram અને Signal જેવી એપ્સ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા માપદંડો અમલી બનશે.

  1. FD અને લોનના દરમાં ફેરફાર

SBI, PNB અને HDFC જેવી બૅન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી દેખાશે. આ સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટ(FD)ના નવા વ્યાજ દરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્ત્વના રહેશે.

  1. LPG સિલિન્ડરના ભાવ

તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ નક્કી કરે છે. 1 જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો.

  1. CNG, PNG અને જેટ ફ્યુઅલ(ATF)

એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. વિમાનમાં વપરાતા ઇંધણ(ATF)ના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે, જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે.

  1. નવો ઇન્કમ ટેક્સ ઍક્ટ 2025

1961ના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરા કાયદો અમલી બનવાની પ્રક્રિયા શરુ થશે. સરકાર જાન્યુઆરીમાં નવા સરળ ITR ફોર્મ નોટિફાઈ કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે.

આ પણ વાંચો: પંજાબ નેશનલ બૅન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બૅન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી

  1. 8મું પગાર પંચ (8th Pay Commission)

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે. એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી પ્રભાવી ગણાશે, જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે.

  1. ખેડૂતો માટે નવા નિયમો

PM-કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે ‘યુનિક કિસાન ID’ ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત, પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતાં નુકસાનીનો રિપોર્ટ 72 કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવાશે.

  1. વાહનોની કિંમતમાં વધારો

નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડશે. કાર કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments