E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે હોબાળો, 'બુલડોઝર બાબા'ના નારા...

National : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે હોબાળો, ‘બુલડોઝર બાબા’ના નારા લાગ્યા

ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તથા સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. માઘ મેળામાં પાલખી સાથે સ્નાન મુદ્દે સંતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદથી શંકરાચાર્ય સતત રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. એવામાં ગઇકાલે રાત્રે ફરીથી પ્રયાગરાજમાં ભારે હોબાળો સર્જાયો હતો.

પ્રયાગરાજમાં માઘ મેળાના સેક્ટર-4માં શંકરાચાર્યના શિબિરની બહાર શનિવારે રાત્રિના સમયે અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો. આરોપ છે કે કેટલાક લોકો ત્યાં લાઠી અને દંડા સાથે આવ્યા અને નારાબાજી કરવા લાગ્યા. જે બાદ માહોલ તનાવપૂર્ણ થઈ ગયો હતો. શિબિરમાં હાજર સેવકોએ નારાબાજી કરી રહેલા લોકોને બહાર કાઢ્યા. ત્યાં હાજર લોકોનો દાવો છે કે પરિસ્થિતિ એવી તનાવપૂર્ણ હતી કે વાત મારામારી સુધી પહોંચી જાય તેમ હતી.

સમગ્ર મામલે શંકરાચાર્યના શિબિર તરફથી તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તથા અજ્ઞાત લોકો વિરુદ્ધ FIR દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. શિબિરની આસપાસ સુરક્ષામાં વધારો કરવા પણ માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments