E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !!

National : પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !!

સરકારે બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ કે તેનાથી જોડાયેલ ઉત્પાદનો પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી દૂર કરી છે. આ અગાઉ બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ પર ૧૮ ટકા એકસાઇઝ ડયુટી લાગતી હતી.

સરકારે આ સંબધમાં એક ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજ નોટિફિકેશન જારી કરી તેને પરત લેવાની જાણ કરી છે. બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુ પર એક્સાઇઝ ડયુટી દૂર કરવામાં આવતા અસંગઠિત ક્ષેત્રના તમાકુ ખેડૂતો અને નિર્મતાાઓને રાહત મળશે.જ્યારે બીજી તરફ બ્રાન્ડેડ કે રિટેલ વેચાણ માટે પેક કરવામાં આવેલા તમાકુ પર ૧૮ ટકા એક્સાઇઝ ડયુટી ચાલુ રહેશે. એક્સાઇઝ ડયુટી દૂર કરવાના નિર્ણયની અસર આઇટીસી અને ગોડફ્રે ફિલિપ્સ જેવી કંપનીઓ પર જોવા મળશે નહી કારણકે આ બંને કંપનીઓ બ્રાન્ડેડ સિગારેટનું રિટેલ વેચાણ કરે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ૧૮ ટકા એક્સાઇઝ ડયુટી દૂર કરવાના સરકારના નિર્ણયથી નાના સપ્લાયરોને રાહત મળશે. એવા ઉદ્યોગપતિઓને રાહત મળશે જે કોઇ બ્રાન્ડ વગર જથ્થાબંધ તમાકુનો ધંધો કરે છે.આ સાથે જ બ્રાન્ડ વગરના અને રિટેલ વેચાણ માટે પેક ન કરવામાં આવેલા તમાકુની આયાત ઉપર પણ કસ્ટમ ડયુટીથી રાહત મળશે. જે સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી જેટલી જ લગાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments