E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratJunagadh : મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ, 3475 જેટલા...

Junagadh : મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ, 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત

​જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. આ વખતે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં.​જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. આ વખતે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં.

મેળામાં કુલ 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે જેમાં ASP, DYSP, PI, PSI અને હોમગાર્ડ-GRDના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.​સમગ્ર મેળા વિસ્તારને પાંચ ઝોનમાં વહેચવામાં આવ્યો છે. દામોદર, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સીટી ઝોન માં વિભાજિત કરી, દરેક ઝોનની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.​ પિક-પોકેટર્સ અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સ્પેશિયલ સર્વેલન્સ ટીમો કાર્યરત છે.

પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે. 8 વોચ ટાવર અને 35 રાઉટીઓ દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનોને ઉપાડવા માટે 10 ક્રેન તૈનાત છે.મુલાકાતીઓએ માત્ર નિયત કરેલા 24 પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરવાનો રહેશે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ‘SHE ટીમ’ સતત ગતિશીલ રહેશે.જાહેરમાં વ્યવસ્થા જાળવવા માટે 14 સ્થળોએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે. જે કોઈ પણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments