E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમની ફરિયાદ, ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24...

Gujarat : સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમની ફરિયાદ, ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રોકાણકારો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રોકાણ મેળવીને ઓફિસ બંધ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રોકાણકારો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રોકાણ મેળવીને ઓફિસ બંધ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠામાં બીઝેડ ફાઈનાન્સની પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યા બાદ આ પ્રકારની વધુ સ્કીમો સામે આવી રહી છે. આવી જ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ કરવામાં આવી છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ગુનો નોંધાયો છે. ખેડબ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાખો રૂપિયાના રોકાણો મેળવીને એપી કન્સલટન્સીની ઓફિસો બંધ કરી દેવાઈ છે.

ખેડબ્રહ્માના રોકાણકારોના 24 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. ક્રિપ્ટો અને બિટકોઈનના બહાને ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. ખેડબ્રહ્મા પોલીસે જીપીઆઈડીસી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ હિંમતનગરમાં એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. બીઝેડ સહિત અનેક લેભાગુ પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવ્યા છે. હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવા લાગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments