E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું...

Vadodara : વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર દીકરીની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ પર મહાવીર હોલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં ભાડે રહેતા યુવકે ખાનગી કોલેજની વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી વિગતો અનુસાર, આરોપી આકાશ આજવા રોડ મહાવીર હોલ પાસેના એક કોમ્પલેક્ષમાં ભાડેથી રહે છે. તેણે પરિચિત એવી ખાનગી કોલેજની વિદ્યાર્થીનીને કપડા ધોવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. યુવતી જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે આરોપીએ એકાએક દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. યુવતી કંઈ સમજે તે પહેલા જ આરોપીએ તેને ડરાવી-ધમકાવી તેની સાથે બળજબરી કરી હતી. નરાધમની ચુંગાલમાંથી યુવતી માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટી હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી.

યુવતીએ હિંમત દાખવીને બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. મોડી રાત્રે બાપોદ પોલીસની ટીમ એફએસએલ (FSL) ના નિષ્ણાતો સાથે આરોપી આકાશના ઘરે પહોંચી હતી. જે સ્થળે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યાંથી ફોરેન્સિક ટીમે વૈજ્ઞાનિક પુરાવા અને સેમ્પલ એકત્રિત કર્યા છે. જેથી કોર્ટમાં આરોપી વિરુદ્ધ મજબૂત કેસ બનાવી શકાય.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક કોમ્પલેક્ષમાં ભાડે રહેતા શખ્સ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતા લોકો સુરક્ષા બાબતે ચિંતિત બન્યા છે. હાલમાં પોલીસે આરોપી આકાશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments