E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratSuratSurat : ST બસમાં કિન્નરે મચાવ્યો આતંક ,બસમાં બેઠેલા મુસાફરો પાસેથી પૈસાની...

Surat : ST બસમાં કિન્નરે મચાવ્યો આતંક ,બસમાં બેઠેલા મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી તોફાન કર્યું

સુરત શહેરમાં એસટી બસમાં કિન્નર દ્વારા હંગામો મચાવવાની ઘટના સામે આવી છે. રાજપીપળાથી સુરત આવી રહેલી એસટી બસમાં કિન્નરે મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી હતી અને પૈસા નહીં આપતા બસમાં જ વિવાદ ઉભો કર્યો હતો. ઘટનાને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ રાજપીપળાથી સુરત જતી એસટી બસ જ્યારે કીમ ચાર રરસ્તા નજીક પહોંચી ત્યારે એક કિન્નર બસમાં ચઢી હતી. બસમાં ચઢ્યા બાદ તેણે મુસાફરો પાસેથી પૈસા માંગવા શરૂ કર્યા હતા. કેટલાક મુસાફરોએ પૈસા આપ્યા હતા, જ્યારે કેટલાકે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.આ દરમિયાન એક વૃદ્ધ મુસાફરે પૈસા આપવા ઇનકાર કરતા કિન્નર અને વૃદ્ધ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. કિન્નરે વૃદ્ધ મુસાફર સાથે મારામારી કરતા બસમાં ગભરાટ ફેલાયો હતો.

પરિસ્થિતિ બેકાબૂ બનતા બસના કંડક્ટરે બસને સાઈડમાં ઊભી રાખી તાત્કાલિક 112 ઈમરજન્સી હેલ્પલાઈન પર જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બસમાં બેઠેલા તમામ મુસાફરોને બસ સાથે નજીકના પોલીસ મથક લઈ જવાયા હતા.પોલીસ મથકે પહોંચ્યા બાદ બસમાં હાજર મુસાફરોએ કિન્નર વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments