E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ગરમીને લઈ AMCનો નિર્ણય, ગાર્ડન સવારે 6 થી રાત્રિના...

Ahmedabad : ગરમીને લઈ AMCનો નિર્ણય, ગાર્ડન સવારે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમી ધીરે ધીરે જોર પકડી રહી છે, ત્યારે શહેરીજનોને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ કોર્પોરેશને ગાર્ડન સવારથી રાત સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં ગરમી વચ્ચે ગાર્ડનને લઇ AMCનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ગાર્ડન સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને ગરમીના કારણે કોઈને પણ ગાર્ડનમાં બપોરે બેસવું હશે અથવા તો આરામ કરવો હશે તો તે વ્યકિત કરી શકશે, બપોરે પણ આ ગાર્ડન ખુલ્લા રાખવા નિર્ણય કરાયો છે.શહેરમાં બુધવારે ઓરેન્જ એલર્ટ એટલે કે સિવિયર હીટવેવની આગાહીને પગલે મ્યુનિ.એ તેનો જૂનો હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં 350 સ્થળે પાણીની પરબ તૈયાર કરી છે. 1 હજાર સ્થળે મ્યુનિ. ઓઆરએસ આપશે. ગયા વર્ષે 20 લાખ જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments