HomeWorldworld : અમેરિકા પર ઇરાનનો પ્રચંડ પ્રહાર, તુર્કીએમાં ન્યૂક્લિયર બેસ પર ફેંકી...

world : અમેરિકા પર ઇરાનનો પ્રચંડ પ્રહાર, તુર્કીએમાં ન્યૂક્લિયર બેસ પર ફેંકી મિસાઇલ

ઇરાનના હુમલાઓથી આસપાસના વિસ્તારોમાં તણાવનો માહોલ છે. તુર્કીએના રક્ષામંત્રાલયે હુમલાની પુષ્ટી કરી છે. અને ઇરાન સાથે સંપર્ક બનાવી રાખવા અંગે વાતચીત કરી છે. ઇરાન સતત અમેરિકી સ્થળો પર પ્રહાર કરી રહ્યુ છે. હવે ઇરાને અમેરિકી ન્યૂક્લિયર બેસ પાસે મોટો હુમલો કર્યો છે. ઇરાને તુર્કીએ ઇન્સર્લિક એરબેઝ પર મિસાઇલથી નિશાન તાક્યુ છે. અમેરિકી એરક્રાફટ કૈરિયર પર પણ હુમલો કરાયો છે. IRGCએ દાવો કર્યો છે કે, તેણે USS અબ્રાહમ લિંકન પર પણ હુમલો કર્યો છે. ઓમાન સાગરમાં મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યુ છે.

IRGCએ કહ્યુ છે કે, હુમલા બાદ અબ્રાહમ લિંકને પીછે હઠ કરી હતી. પરતુ અમેરિકાએ આ હુમલા બાબતે અસ્વીકાર કર્યો છે. ઈરાને એકસાથે ત્રણ નાટો ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. દુબઈ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલાના જવાબમાં, યુએસ એર ડિફેન્સ યુરોપથી મધ્ય પૂર્વ તરફ આગળ વધ્યા છે. બદલો લેવા માટે, ભૂમધ્ય સમુદ્રમાં ઈરાની બેલિસ્ટિક મિસાઈલનો નાશ કર્યો છે. નાટો એર ડિફેન્સ સિસ્ટમે મિસાઈલનો નાશ કર્યો છે.

યુએસએ ઈરાન પર વિનાશક હુમલો કર્યો છે. તેહરાનના વરામિન વિસ્તારમાં મોટો હુમલો થયો છે. પૂર્વ તહેરાન કમાન્ડ હેડક્વાર્ટર પર હુમલો થયો છે. હવે નાટો વિનાશક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જર્મનીએ એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી છે. ઘાયલ સૈનિકો માટે મોટા પાયે સ્થળાંતર કવાયત ચાલી રહી છે. લિથુઆનિયાથી જર્મની સુધી તબીબી સ્થળાંતર કવાયત ચાલી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ સૌથી મોટી તબીબી કવાયત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments