જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે આજે ધોરણ 10ના પેપરમાં વધુ એક વિદ્યાર્થીની કોપી કરતાં પકડાઈ છે.જામનગરની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીની પોતાના રૂમાલમાં કાપલી સંતાડીને આવી હતી, જે પરીક્ષા ખંડના શિક્ષકના હાથે ઝડપાઈ ગઈ છે, જેની સામે પણ કોપી કેસ કરવામાં આવ્યો છે.

જામનગરની પી.વી.મોદી હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 177 માં ધોરણ 10 ની ગુજરાતી (દ્વિતીય ભાષા) ના કોડ નંબર 13 ની પરીક્ષાની પરીક્ષા લેવામાં આવી રહી હતી, જે દરમિયાન એક વિદ્યાર્થીની પોતાના રૂમામાંમાં કાપલી સંતાડીને આવી હતી, જે પરીક્ષા ખંડના સુપરવાઈઝરના હાથે ઝડપાઈ ગઈ હોવાથી તે વિદ્યાર્થીની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, અને આ અંગેની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીનીને અન્ય પરીક્ષાઓ આપવા દેવા માટે ચાલું રખાઇ છે. આમ જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો છે. આ અગાઉ લાલપુરના પરીક્ષા કેન્દ્રમાંથી એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ હતી.


