HomeWorldWorld : LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય...

World : LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર

ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કેન્દ્ર સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત આપી છે. સરકારના નિર્ણય મુજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાયમાંથી 20 ટકા ક્વોટા મળતો રહેશે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોમર્શિયલ LPGની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે. આ ઉપરાંત એલપીજીની કટોકટીના કારણે હોટલ-રેસ્ટોરન્ટ અને પ્રવાસન ઉદ્યોગ પર પડી રહેલી અસરો પર પણ ચર્ચા કરી છે. ત્યારબાદ 20 ટકા ક્વોટા આપવાનો નિર્ણય લેવાયો છે.

સુત્રોના જણાવ્યા મુજબ નોંધાયેલી ગ્રાહકોને કોમર્શિયલ સિલિન્ડરમાંથી 20 ટકા એલપીજી સપ્લાય કરવામાં આવશે. એટલે કે આ ગ્રાહકોને કુલ માંગમાંથી 20 ટકા હિસ્સો મળશે. કોમર્શિયલ સિલિન્ડરનો 20 ટકા સપ્લાય કયાં સેક્ટરોને આપવો તે અંગે ત્રણ ઑઈલ કંપનીઓના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને રાજ્ય સરકાર નિર્ણય લેશે. માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે નોંધાયેલા ગ્રહાકોને જ આ સુવિધા મળશે

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને પત્ર લખ્યો હતો, જેમાં કહેવાયું છે કે, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ઠપ પડી રહી છે. એસો.એ માંગ કરી છે કે, સરકારે દૈનિક એક કે બે સિલિન્ડર આપવા જોઈએ. આ ઉપરાંત કોમર્શિયલ સિલિન્ડરને આવશ્યકત વસ્તુના કાયદામાં લાવી જોઈએ, જેથી તેઓને રોજ સિલિન્ડર મળી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, ‘ઈરાન યુદ્ધના કારણે તેલ-ગેસ સપ્લાયને અસર થઈ છે, જોકે કેન્દ્ર સરકાર દેશની એનર્જી સિક્યોરિટીની સુરક્ષિત રાખવા માટે તમામ પ્રાયસો કરી રહી છે. સરકારે એનર્જી સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે સંપૂર્ણ કામ કર્યું છે, જેનાથી દેશમાં ભારે બચત થઈ છે. 2014 પહેલા ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ માટે ઓછી સ્ટોરેજ કેપેસિટી હતી, જોકે હવે આપણી પાસે ઘણો રિઝર્વ સ્ટોક છે.’ પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, કોઈપણ અચડણ વગર પૂરવઠો પહોંચતો રહે તે માટે સરકાર તમામ પગલા ભરી રહી છે. દૈનિક 50 લાખ એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેથી ગ્રાહકોએ રસોઈ ગેસ માટેના સિલિન્ડરનું બેનિંગ બુકિંગ કરવાથી બચવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments